By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: ઓસ્ટ્રેલિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, CEO ફોરમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર અને શિક્ષણ પર મોટી જાહેરાતો
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Latest Stories > ઓસ્ટ્રેલિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, CEO ફોરમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર અને શિક્ષણ પર મોટી જાહેરાતો
Latest StoriesWorld

ઓસ્ટ્રેલિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, CEO ફોરમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર અને શિક્ષણ પર મોટી જાહેરાતો

newsgujarat
Last updated: 2026/07/09 at 2:08 PM
By newsgujarat Add a Comment 4 Min Read
Share
pm-modi-australia-visit-ceo-forum-india-australia-trade-gujarat-university-campus
ઓસ્ટ્રેલિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, CEO ફોરમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર અને શિક્ષણ પર મોટી જાહેરાતો | Image Source : Social Media @AlboMP
SHARE

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીનું ગાર્ડ ઑફ ઑનર સાથે સ્વાગત કરવામાં આવ્યું,. મેલબોર્નમાં ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. તો વડાપ્રધાન મોદીએ પણ સહર્ષ તેમનું અભિવાદન ઝીલ્યું. પ્રસિદ્ધ ડિડગેરીડુ વાદક રોન મરે અને ફેમસ તબલા વાદક ડો. સેમ ઇવાન્સેની વિશેષ પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત થયું. 

સિમ્ફની ઓર્કેસ્ટ્રાએ “વંદે માતરમ”ની પ્રસ્તુતિ સાથે વડાપ્રધાન મોદીનું હાર્દિક સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ સાથે ‘ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ’ અને ‘ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શન’માં ભાગ લીધો હતો. જે બાદ તેઓએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે સેલ્ફી ક્લિક કરી તે વીડિયો પણ થઈ રહ્યો છે.

#WATCH | Australia: Prime Minister Narendra Modi received a warm welcome in Melbourne with a rendition of “Vande Mataram” by Symphony Orchestra.

(Source: ANI/DD News) pic.twitter.com/Hicqg2mtdL

— ANI (@ANI) July 8, 2026

ઓસ્ટ્રેલિયાના બે દિવસીય સત્તાવાર પ્રવાસે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત સીઇઓ (CEO) ફોરમને સંબોધિત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે કેટલાય મોટા નિર્ણયો લેવાયા છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝના જણાવ્યા અનુસાર,આગામી ડિસેમ્બરમાં  ઓસ્ટ્રેલિયાનું એક હાઈ-લેવલ વ્યાપારી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવશે અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધતા જણાવ્યું કે, વૈશ્વિક અસ્થિરતા અને સપ્લાય ચેનની સમસ્યાઓ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે.

Prime Minister Narendra Modi tweets, “Delighted to witness an outstanding Kathak performance during the welcome by the Indian community in Melbourne. Glad to see Indian dances becoming popular across Australia.” pic.twitter.com/KXFXsE1Tl4

— ANI (@ANI) July 8, 2026

ઓસ્ટ્રેલિયા સાથે ભારતનો વેપાર વધીને 8.5 અબજ ડોલર થયો

પીએમ મોદીએ આર્થિક સંબંધોની પ્રગતિ અંગે વાત કરતા કહ્યું કે, વર્ષ 2022માં થયેલા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) ના કારણે ભારતથી ઓસ્ટ્રેલિયામાં થતી નિકાસ બમણી થઈ ગઈ છે. છેલ્લા 4 વર્ષોમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધીને બમણો થયો છે. વર્ષ 2020-21ના નાણાકીય વર્ષમાં જે વેપાર 4 અબજ અમેરિકી ડોલર હતો. તે વર્ષ 2024-25માં વધીને 8.5 અબજ અમેરિકી ડોલર પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ઉત્પાદનો પરની આયાત ડ્યુટી ખૂબ જ ઘટાડી દીધી છે, અને ઓસ્ટ્રેલિયન ઉત્પાદનો પર ભારતે પણ ધીમે-ધીમે ટેક્સ ઘટાડવાની ખાતરી આપી છે.

ક્લીન એનર્જી અને 100 ગીગાવાટ ન્યુક્લિયર પાવરનો લક્ષ્યાંક

સમિટમાં ભારતના ભવિષ્યના રોડમેપ અંગે ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું, “અમે ભારતમાં હાઇડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન, સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઇન માટે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યા છીએ. ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવાટ રિન્યુએબલ એનર્જી અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત, વર્ષ 2047 સુધીમાં ભારતે 100 ગીગાવાટ ન્યુક્લિયર એનર્જી ક્ષમતા મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો યુરેનિયમનો વિશાળ ભંડાર ભારત માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે.” તેમણે ઓસ્ટ્રેલિયન રોકાણકારોને ભારતના પોર્ટ્સ, એરપોર્ટ, હાઈવે અને રેલવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં લાંબા ગાળાના રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતમાં ખુલશે વોલોન્ગોંગ અને ડીકિન યુનિવર્સિટીના કેમ્પસ: મેલબોર્નમાં ભવ્ય સ્વાગત

શિક્ષણ ક્ષેત્રે મોટી ભાગીદારી અંતર્ગત ઓસ્ટ્રેલિયાની વોલોન્ગોંગ યુનિવર્સિટી (Wollongong University) અને ડીકિન યુનિવર્સિટી (Deakin University) ગુજરાતમાં પોતાના કેમ્પસ ખોલશે. પીએમ મોદીએ આ બાબતને ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોનો નવો અધ્યાય ગણાવતા કહ્યું કે હવે આપણો લક્ષ્યાંક સ્ટુડન્ટ મોબિલિટીને ‘ટેલેન્ટ પાર્ટનરશીપ’ માં બદલવાનો હોવો જોઈએ. આ પૂર્વે મેલબોર્ન એરપોર્ટ પર પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રખ્યાત તબલા વાદક ડો. સેમ ઇવાન્સ અને ડિડગેરીડુ વાદકે ખાસ પ્રસ્તુતિ આપી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાના સિમ્ફની ઓર્કેસ્ટ્રાએ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ની ધૂન વગાડી હતી. પીએમ મોદી અહીં બે દિવસ રોકાશે અને 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે.

આ પણ વાંચો : ટ્રમ્પના ઈરાન નિવેદનથી વૈશ્વિક બજારોમાં હડકંપ, સેન્સેક્સમાં 1677, નિફ્ટીમાં 517 પોઈન્ટનું ગાબડું

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article trump-iran-war-statement-global-market-crude-oil-sensex-nifty-fall ટ્રમ્પના ઈરાન નિવેદનથી વૈશ્વિક બજારોમાં હડકંપ, સેન્સેક્સમાં 1677, નિફ્ટીમાં 517 પોઈન્ટનું ગાબડું
Next Article fifa-world-cup-2026-egypt-complaint-against-referee-after-argentina-match મેસી પર મહેરબાની? વર્લ્ડ ચેમ્પિયનને બચાવવાનો પ્લાન? ઇજિપ્તના આક્ષેપો “અમારી સાથે છેતરપિંડી થઈ”
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

EPFO Amnesty Scheme 2026
BusinessLatest Stories

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

4 Min Read
Breaking News US Air Strike On Iran
Latest StoriesWorld

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

2 Min Read
Narendra Modi Melbourne
Latest StoriesWorld

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

2 Min Read
Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?