સ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કરમાં 39ના મોત

યુરોપીય દેશ સ્પેનમાં બે હાઈસ્પીડ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. સ્પેનિશ મીડિયા અનુસાર આ ભયાનક ટક્કરમાં 39ના મોત થયા છે. એક ટ્રેને પાછળથી ટક્કર મારતા જોરદાર અકસ્માત થયો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે ઈમરજન્સી મેડિકલ ટીમો પણ પહોંચી ગઈ છે. આ અકસ્માત સ્થાનિક સમય પ્રમાણે સવારે 9 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ રાજધાની મેડ્રિડને દક્ષિણના અંડાલુસિયા વિસ્તાર સાથે જોડતી રેલવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે ઈરિયો ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊથલી પડ્યા હતા અને ઊંડી ખાઈમાં ખાબક્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં ટ્રેનના ડબ્બા પલટી ગયેલા અને રાહત-બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે કામગીરી કરતી જોવા મળે છે.

સ્પેનમાં આ અકસ્માત જાન્યુઆરીમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ થયો છે. તે અકસ્માતમાં અંદાલુસિયાના અદામુઝ નજીક બે હાઈ-સ્પીડ ટ્રેનો અથડાઈ હતી. આ ઘટનામાં 46 લોકોનાં મોત થયાં હતાં. સ્પેનની હાઈ-સ્પીડ રેલવે લાઇન પર થયેલો આ પહેલો મોટો ટ્રેન અકસ્માત હતો.

એક ટ્રેન સવારે 8 વાગ્યે મેડ્રિડથી સેવિલ માટે રવાના થઈ હતી. તે દરમિયાન બીજી ટ્રેન તેની સાથે અથડાઈ ગઈ. રેલવે નેટવર્કનું સંચાલન કરતી કંપની અડિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે X પર લખ્યું કે ટ્રેન અકસ્માતના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં છે. તેમણે જણાવ્યું કે રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે હાજર છે અને અકસ્માતથી અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment