ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી

thailand-pattaya-indian-tourists-kidnapping-ransom

ત્રણ ભારતીયો માટે સસ્તામાં થાઇલેન્ડ ફરવા જવાનું સપનું ભારે પડ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, 7 દિવસનું સસ્તા ટૂર પેકેજ આપવાની લાલચ આપીને ત્રણેયને પતાયા બોલાવ્યા હતા અને ત્યાં એક મકાનમાં બંધક બનાવી દેવાયા હતા.

પરિવાર પાસેથી ₹1.20 કરોડની ખંડણી માંગવામાં આવી

ભોગ બનનારની ઓળખ મોહિત ઉંમર 23 વર્ષ, આશિષ ઉંમર 24 વર્ષ અને હિમાંશુ ઉંમર 20 તરીકે થઇ છે. અપહરણ કરનાર આરોપીઓએ પીડિતોના પરિવાર પાસેથી તેમને મુક્ત કરવા બદલ 40-40 લાખ રૂપિયા, એટેલે કે કુલ કુલ ₹1.20 કરોડની ખંડણીની માંગ કરી હતી. 

લાલ સ્પ્રે પેઇન્ટથી ઈજાના નિશાન બતાવવાનો પ્રયાસ

વિડિઓ કોલ દરમિયાન આરોપીઓ પરિવાર પર દબાણ બનાવવા પીડિતોના શરીર પર લાલ સ્પ્રે પેઇન્ટ લગાવ્યો હતો. જેથી ગંભીર ઇજા થઇ હોય એવું દેખાય. પીડિતોના જણાવ્યા મુજબ તેમને ઘણા દિવસો સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા હતા. તેમના હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો.

બેંગકોકમાંથી પાંચ ભારતીય આરોપીઓ ઝડપાયા 

સ્થાનિક પોલીસેના જણાવ્યા અનુસાર આ કેસમાં 5 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પુછપરછમાં આરોપીઓએ કહ્યું હતું કે, તેઓ એક પાકિસ્તાની નાગરિકના સંપર્કમા હતા. જે દુબઈમાંથી સમગ્ર કાવતરું ચલાવી રહ્યો હતો.

ભારતીય દૂતાવાસની મદદથી બચાવ કામગીરી

પીડિતોના પરિવારજનોએ મદદ માટે થાઈલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. બાદમાં ભારતીય દૂતાવાસે 21 જુલાઈએ ઇમિગ્રેશન પોલીસ અને પતાયા સિટી પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી. જ્યાં પોલીસે પતાયાના એક ટાઉનહાઉસમાં દરોડો પાડ્યો હતો અને ત્રણેય પીડિતોને અલગ-અલગ રૂમમાં બંધાયેલા હાલતમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

આ પણ વાંચો : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

Join WhatsApp

Join Now

Leave a Comment