અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત નોબલ પુરસ્કારની માંગ કરી

Donald Trump Nobel demand: વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સંશોધન કે કાર્ય કરનારને નોબલ પુરસ્કારની જાહેરાત થવા લાગી છે. આવતીકાલે શાંતિ પુરસ્કારની જાહેરાત થવાની છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતે નોબલ પુરસ્કારના હકદાર છે તેથી તેમને પીસ નોબલ પ્રાઈસ મળવુ જોઈએ તેવી માંગ કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પીસ નોબલ પ્રાઈસની માંગ કરતા કહ્યુ છે, કે તેમણે વિશ્વના 8 જેટલા યુદ્ધ અટકાવ્યા છે, તેથી તેમને વિશ્વમાં શાંતિ સ્થાપના કરવા માટેનું નોબલ પ્રાઈસ મળવુ જોઈએ. વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 8 યુદ્ધ અટકાવ્યા છે તે અત્યાર સુધીના કોઈ રાષ્ટ્રપ્રમુખે કર્યુ નથી, તેથી ડૉનાલ્ડ ટ્રમ્પને પીસ નોબલ પ્રાઈસ મળવુ જોઈએ.

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે શાંતિ નોબલ પ્રાઈસ મેળવવાની અપીલ પ્રથમ વખત કરી હોય એવુ પણ નથી, અગાઉ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તેમને પોતાને શાંતિ નોબલ પ્રાઈસ મળવુ જોઈએ, તેઓ પોતે આ પુરસ્કારના હકદાર છે તેવો દાવો કરી ચૂક્યા છે. ઈરાન સાથે વાટાઘાટોનો ઉકેલ આવવાના સંકેત ન જણાતા હોવા છતાં પણ વ્હાઈટ હાઉસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નજીકના ભવિષ્યમાં વધુ એક સંઘર્ષ દરમિયાન સફળતા મળી શકે તેમ છે. ટ્રમ્પ પોતાના ડિપ્લોમેટિક રેકોર્ડ્સના કારણે શાંતિ નોબલ પુરસ્કારના હકદાર છે તેવો વારંવાર દાવો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ઘણી વખત ટ્રમ્પ કહી ચૂક્યા છે કે શાંતિ નોબલ પુરસ્કારના તેઓ હકદાર છે.

ભારત-પાકિસ્તાન, ઈરાન-ઈઝરાયલ, કમ્બોડિયા-થાઈલેન્ડ, સર્બિયા-કોસોવો, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈજિપ્ત-ઈથોપિયા અને આર્મેનિયા-આજરબૈજાન જેવા દેશ વચ્ચે તણાવની સ્થિતિ ઓછી કરવા માટે ટ્રમ્પ પોતાની ભૂમિકાનો દાવો કરી રહ્યા છે. ઈઝરાયલ, પાકિસ્તાન અને કમ્બોડિયાના નેતાઓ ટ્રમ્પને નોબલ પુરસ્કાર મળે તે માટે સમર્થન કરી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment