By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Latest Stories > IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો
Latest StoriesSports

IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો

newsgujarat
Last updated: 2026/06/09 at 7:54 PM
By newsgujarat Add a Comment 4 Min Read
Share
lalit-modi-match-fixing-claims-dawood-ibrahim-underworld-threats
SHARE

Lalit Modi Match Fixing Claim: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને પૂર્વ કમિશનર લલિત મોદી ફરી એકવાર પોતાના પોતાના ચોંકાવનારા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. એક જાણીતા સ્પોર્ટ્સ પોડકાસ્ટમાં ક્રિકેટ જગતમાં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર મુદ્દાઓ પર ખુલાસો કરતા તેમણે દાવો કર્યો છે કે, ક્રિકેટમાં રમતમાં આજે પણ ફિક્સિંગ થાય છે. પરંતુ IPLમાં આવી પ્રવૃત્તિ થતી હોવાની તેમને કોઈ માહિતી નથી. 

પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન લલિત મોદીએ કહ્યું કે, ક્રિકેટમાં ભ્રષ્ટાચાર ખુબ જટિલ એન્ડ હાઈટેક બની ગયો છે. જોકે, તેમણે આઈપીએલમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોવાની વાતનો ઈનકાર કર્યો છે.

“ક્રિકેટમાં ફિક્સિંગ છે, પરંતુ IPL વિશે હું દાવો કરી શકું નહીં”

આઈપીએલ(IPL)માં ફિક્સિંગ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું, “મને નથી લાગતું કે IPLમાં ફિક્સિંગ થાય છે. વર્તમાન સમયમાં IPL લીગ ખેલાડીઓ માટે એટલી બધી ફાયદાકારક બની ગઈ છે કે કોઈ પણ ખેલાડી થોડા પૈસા માટે પોતાનું ક્રિકેટ કરિયર જોખમમાં મૂકવાનો વિચાર પણ નહિ કરે. જોકે, મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, તેથી હું IPL વિશે ચોક્કસપણે હા કે ના કહી શકું નહીં.” લલિત મોદીએ વધુમાં જણાવ્યું કે દરેક રમતને પોતાની અલગ સમસ્યાઓ હોય છે અને ક્રિકેટ પણ આનાથી અછૂત નથી. હું ઈચ્છું છું કે તમે મારી આ આખી વાતને એમને એમ જ પ્રસારિત કરો, આ હિસ્સાને કાપશો નહીં, નહીં તો લોકો તેનો ખોટો અર્થ કાઢશે. કારણ કે હું ખૂબ સ્પષ્ટ કહી રહ્યો છું કે મને આઈપીએલ વિશે હાલની સ્થિતિએ કશી ખબર નથી.” 

દાઉદ ઇબ્રાહિમ અને અંડરવર્લ્ડ તરફથી મળતી હતી ધમકીઓ

લલિત મોદીએ એવો દાવો કર્યો કે, ક્રિકેટમાં મેચ ફિક્સિંગ સામે કડક વલણ અપનાવવાના કારણે તેમને અંડરવર્લ્ડ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેમના કહેવા મુજબ, દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો તરફથી તેમના પર ત્રણ વખત હુમલો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું, “મને મેચ ફિક્સિંગ પર ચૂપ રહેવા માટે કરોડો ડોલરની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં દરેક ઓફર ઠુકરાવી દીધી. મારા માટે રમતની ઈમાનદારી સૌથી મહત્વપૂર્ણ હતી.”

IPL સાઉથ આફ્રિકા ખસેડતા સટ્ટાબજારોને થયો મોટો ફટકો

લલિત મોદીના જણાવ્યા અનુસાર, આઈપીએલની શરૂઆતની ત્રણ સીઝનમાં તેમણે ફિક્સિંગ થવા દીધું ન હતું, જેના કારણે અંડરવર્લ્ડ અને સટ્ટાબાજીનું આખું નેટવર્ક તેમનાથી ભારે નારાજ હતું. તેમણે દાવો કર્યો કે જ્યારે IPL-2નું આયોજન ભારતની જગ્યાએ દક્ષિણ આફ્રિકામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે ઘણા સટ્ટાબાજોએ લીગ રદ થવાની આશાએ મોટા દાવ લગાવ્યા હતા. પરંતુ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાતા તેમને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. મોદીના કહેવા મુજબ, આ અદાવતમાં મુંબઈમાં લલિત મોદીના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને મોન્ટેનેગ્રોમાં પણ તેમની હત્યાના કાવતરાં ઘડાયા હતા, જ્યારે લંડનમાં તેમના પુત્રના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

“સેટેલાઇટ ફોન પર દાઉદ સાથે મારી વાત કરાવવામાં આવી હતી”

પોડકાસ્ટ દરમિયાન મોદીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે વર્ષ 2012માં લંડનની એક પ્રભાવશાળી વ્યક્તિએ ગુપ્ત રીતે તેમની વાતચીત સેટેલાઇટ ફોન મારફતે દાઉદ ઇબ્રાહિમ સાથે કરાવી હતી. મોદીના જણાવ્યા અનુસાર, તેમને કહેવામાં આવ્યું હતું કે અંડરવર્લ્ડે ભૂતકાળમાં તેમની મદદ કરી છે અને હવે બદલામાં તેમણે પણ કંઈક કરવું જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે કોઈ પ્રકારની ડીલ કરી નહોતી. તેમણે કહ્યું, “મેં માત્ર એટલું જ જણાવ્યું હતું કે હું ક્રિકેટ પ્રશાસનમાંથી કાયમ માટે દૂર થઈ રહ્યો છું. દાઉદ સાથે મારી કોઈ સમજૂતી કે સોદો થયો નહોતો.”

ક્રિકેટ જગતમાં ફરી ગરમાઈ ચર્ચા

લલિત મોદીના આ નિવેદનો બાદ ક્રિકેટ જગતમાં ફરી એકવાર મેચ ફિક્સિંગ, ભ્રષ્ટાચાર અને અંડરવર્લ્ડના પ્રભાવ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, તેમના ઘણા દાવાઓ વ્યક્તિગત અનુભવ અને આરોપો પર આધારિત છે, જેના અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524
Next Article bcci-latest-news-on-suryakumar-yadav | Source : X (Twitter) સૂર્યકુમાર યાદવ: શું ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપ જોખમમાં છે?
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
EPFO Auto Refund Inactive PF Account
BusinessLatest Stories

EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?