ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Vegetable Price Hike Gujarat

Vegetable Price Hike Gujarat : ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા અને વાહનવ્યવહાર ખોરવાતા શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે લોકોની રસોઈ સુધી પહોંચી ગઈ છે. બજારમાં જથ્થો ઓછો પહોંચતાં શાકભાજીના ભાવમાં અંદાજે 20થી 25 ટકાનો વધારો થયો છે. પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

ઘરની રસોઈ પર વરસાદી માર, અનેક શાકભાજીના ભાવ રૂ.100ને પાર

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની અસર શાકભાજીના ભાવ પર પડી છે. લીલા મરચાં, ગવાર, ચોળી  કંકોડા, કોથમીર, ટામેટા અને પરવળ સહિતનાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસોમાં પ્રતિ કિલો રૂ.60થી રૂ.90માં મળતાં કેટલાંક શાકભાજી હવે રૂ.100થી રૂ.110 સુધી વેચાઈ રહ્યાં છે. શાકભાજીની આવક ઘટી હોવા છતાં માંગ યથાવત્ રહેતાં ભાવ સતત ઊંચકાઈ રહ્યા છે. બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો પણ ઊંચા ભાવ સાંભળીને જરૂરિયાત કરતાં ઓછું શાકભાજી ખરીદવા મજબૂર બન્યા છે.

રસ્તામાં વાહનો ફસાતાં માલ બગડ્યો, બજારમાં જથ્થો ઘટ્યો

વેપારીઓનાં જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે અન્ય રાજ્યોમાંથી અને શહેરોમાંથી આવતા શાકભાજીના ટ્રક સમયસર માર્કેટ સુધી પહોંચી સકતા નથી. લાંબા સમય સુધી રસ્તામા અટવાઈ જવાના કારણે શાકભાજી વાહનોમાં પડ્યું રહેતાં શાકભાજી બગડી જાય છે. પરિણામે બજારમાં પૂરતો જથ્થો પહોંચતો નથી. વેપારીઓને પણ ઊંચા ભાવે માલ ખરીદવો પડતો હોવાથી છૂટક બજારમાં ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડી રહી છે.

વરસાદ ચાલુ રહ્યો તો ભાવમાં વધુ વધારો થવાની શક્યતા

જો આગામી દિવસોમાં આવી સ્થિતિ યથાવત રહેશે તો શાકભાજીની આવકમાં સુધારો નહીં થાય તો ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે. મોંઘા શાકભાજીના કારણે હાલ તો ગૃહિણીઓના રસોડાનું બજેટ અને સામાન્ય પરિવારનું ગણિત બંને ખોરવાઈ ગયાં છે.

આ પણ વાંચો : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Join WhatsApp

Join Now

Leave a Comment