By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: ટ્રમ્પના નિવેદન પર જોર્જિયા મેલોનીનો જડબાતોડ જવાબ: ‘હું કે ઈટલી કોઈની સામે નમીશું નહીં’
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > World > ટ્રમ્પના નિવેદન પર જોર્જિયા મેલોનીનો જડબાતોડ જવાબ: ‘હું કે ઈટલી કોઈની સામે નમીશું નહીં’
World

ટ્રમ્પના નિવેદન પર જોર્જિયા મેલોનીનો જડબાતોડ જવાબ: ‘હું કે ઈટલી કોઈની સામે નમીશું નહીં’

newsgujarat
Last updated: 2026/06/20 at 3:46 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
meloni-strong-reply-to-trump-g7-summit-controversy-italy-us-relations
Meloni Strong Reply to Trump G7 Summit Controversy Italy Us Relations
SHARE

G-7 સમિટ પૂર્ણ થયા બાદ અમેરિકા અને ઇટાલી વચ્ચેનો રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની (Giorgia Meloni) અંગે આપવામાં આવેલા એક અહંકારી નિવેદનને કારણે વૈશ્વિક રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે ઇટાલીએ આકરૂં વલણ અપનાવતા મોટો નિર્ણય લીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું દાવો કર્યો હતો?

વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે G-7 સમિટ દરમિયાન ઇટાલીના પીએમ મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે ખૂબ જ આતુર હતા. ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું કે,

“હું નહોતો ઈચ્છતો પણ પછી મને મેલોની પર દયા આવી ગઈ, એટલે મેં ફોટો પડાવવા દીધો.”

ટ્રમ્પના આ વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદન બાદ ઇટાલી સરકાર અને ત્યાંની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જોર્જિયા મેલોનીનો વીડિયો સંદેશ અને જડબાતોડ જવાબ

ટ્રમ્પના આ નિવેદનથી નારાજ વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને અમેરિકન રાષ્ટ્રપતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે અમેરિકાના વલણ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે:

  • સહયોગીઓ સાથે આવો વ્યવહાર કેમ?: “મને નવાઈ લાગે છે અને સમજાતું નથી કે અમેરિકન રાષ્ટ્રપતિ પોતાના સહયોગી દેશો સાથે આવો વ્યવહાર શા માટે કરે છે.”

  • સ્વાભિમાન પર કોઈ બાંધછોડ નહીં: “તેમણે (ટ્રમ્પે) એક વાત બરાબર યાદ રાખવી જોઈએ – ન તો હું અને ન તો ઇટલી ક્યારેય કોઈની સામે કરગરશે કે નમીશું નહીં.”

Io e l’Italia non imploriamo mai. pic.twitter.com/sTpKlqWB67

— Giorgia Meloni (@GiorgiaMeloni) June 19, 2026

રાજદ્વારી સંકટ: ઇટાલીના વિદેશ મંત્રીએ યુએસ પ્રવાસ રદ્દ કર્યો

આ વિવાદ માત્ર નિવેદનો સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેની સીધી અસર બંને દેશોના રાજદ્વારી સંબંધો પર પડી છે. વિવાદ વ્યાપક બનતા ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાયાનીએ (Antonio Tajani) પોતાનો પ્રસ્તાવિત યુએસ (US) પ્રવાસ તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધો છે.

વિદેશ મંત્રી તાયાનીએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ટ્રમ્પનું આ નિવેદન માત્ર વડાપ્રધાન મેલોનીનું વ્યક્તિગત અપમાન નથી, પરંતુ આ સમગ્ર ઇટાલી અને તેના સાર્વભૌમત્વનું અપમાન છે, જેને સહેજ પણ ચલાવી લેવાય નહીં.”

G-7 સમિટ બાદ સર્જાયેલી આ પરિસ્થિતિએ પશ્ચિમી દેશોના આંતરિક સંબંધોમાં તિરાડ લાવી દીધી છે. જોર્જિયા મેલોનીએ પોતાના કડક વલણથી સ્પષ્ટ કરી દીધું છે કે વૈશ્વિક મંચ પર રાષ્ટ્રીય સ્વાભિમાન સૌથી ઉપર છે. હવે જોવાનું એ રહેશે કે આ આંતરરાષ્ટ્રીય વિવાદને થાળે પાડવા માટે અમેરિકા તરફથી કોઈ સત્તાવાર માફી કે સ્પષ્ટતા આવે છે કે કેમ.

newsgujarat June 20, 2026 June 20, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Nora Fatehi Most Searched Bollywood Actress Google ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર એક્ટ્રેસ: નોરા ફતેહીએ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી!
Next Article New Air Force One Donald Trump Unveiled નવું એરફોર્સ વન: ડોનાલ્ડ ટ્રમ્પે અનાવરણ કર્યું અમેરિકાના નવા આધુનિક રાષ્ટ્રપતિ વિમાનનું નવું સ્વરૂપ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

- Join US -
Ad image

You Might Also Like

pakistan-threatens-india-indus-water-treaty-row
World

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની ભારતને યુદ્ધની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો

2 Min Read
New Air Force One Donald Trump Unveiled
World

નવું એરફોર્સ વન: ડોનાલ્ડ ટ્રમ્પે અનાવરણ કર્યું અમેરિકાના નવા આધુનિક રાષ્ટ્રપતિ વિમાનનું નવું સ્વરૂપ

2 Min Read
Wuhan Lab Leak Theory Dr.Fauci Controversy American Scientists Funding For Deadly Corona
World

વુહાન લેબ લીક થિયરી: ડૉ. એન્થોની ફૌસી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો શું છે સત્ય?

4 Min Read
mt-jalveer-ship-attack-near-shinas-port-oman-indian-embassy-alert
World

ઓમાનના શિનસ બંદર નજીક MT Jalveer જહાજ પર હુમલો, આગ બાદ ભારતીય એમ્બેસી સતર્ક

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?