ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

પુણેના ચકચારી કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. લોહગઢ કિલ્લા  સિયા ગોયલ અને પ્રેમી ચેતન ચૌધરી ઘટનાને અંજામ આપવાના થોડા કલાકો પહેલા એક કાફેમાં ખૂબ જ ચાલાકીથી કેતનની હત્યાનો આખો પ્લાન બનાવ્યો હતો. બન્નેએ શરૂઆતમાં જ હત્યાને એક દુર્ઘટના તરીકે રજૂ કર્યો. 

પ્રી-બર્થડે સરપ્રાઈઝના બહાને હત્યાનું ષડયંત્ર

કેતન અને સિયાની ફેબ્રુઆરીમાં સગાઈ થઈ હતી અને નવેમ્બરમાં બંને લગ્ન કરવાના હતા. પુણે પોલીસના જણાવ્યા મુજબ, 19 જૂને સિયાનો જન્મદિવસ હતો અને 18 જૂને સિયાએ કેતનને પ્રી-બર્થડે સરપ્રાઈઝના બહાને લોહગઢ કિલ્લા પર લઇ ગયી હતી. જ્યારે સિયા અને કેતન લોહગઢ કિલ્લા પર પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ હાજર સિયાના પ્રેમી ચેતન અને સિયાએ તેને ખીણમાં ધક્કો મારી દીધો.

કિલ્લા પર અગાઉ પણ કરાયો હતો પ્રયાસ

પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે સિયા અને તેના પ્રેમીએ કેતનને મારવા બીજા પ્લાન પણ ઘડી રાખ્યા હતા. પોલીસ સૂત્રો કહે છે કે જો આ પ્લાનથી પણ કેતન મૃત્યુ ના પામે તો, તેઓ કેતનને રોડ અકસ્માતમાં મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા.

 

સાપનું બહાનું કાઢી બચવાનો ખોટો નાટક

સિયાએ ફરી એકવાર 14 જૂને જવાનો પ્લાન બનાવ્યો અને તે માની ગયો. તે દિવસે, તેણીએ કથિત રીતે તેને ખડક પરથી નીચે ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે એક ઝાડની ડાળખી પકડવામાં સફળ રહ્યો. જ્યારે કેતને પૂછ્યું કે તેને કેમ ધક્કો મારવામાં આવ્યો, ત્યારે સિયાએ સાપ હોવાનો ખોટો દેકારો મચાવ્યો અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે તેને જ કેતનને બચાવ્યો છે.

કેફેમાં પ્લાનિંગ અને સીસીટીવીમાં ટ્રેકિંગ

આ પછી 18 જૂનની સવારે, સિયા અને ચેતન પુણેના એક કેફેમાં મળ્યા અને કેતનની હત્યાની યોજના બનાવી. તેમણે કિલ્લા પર એવી જગ્યાઓ ઓળખી કાઢી જ્યાંથી તેઓ કેતનને ધક્કો મારી શકે. બપોરે, સિયા કેતનને ફરીથી કિલ્લા પર લઈ ગઈ અને ચેતન પણ તેમની પાછળ-પાછળ ટ્રેક પર ગયો, જેમાં સામાન્ય રીતે લગભગ ત્રણથી ચાર કલાક લાગે છે. ટ્રેક દરમિયાન તેણે ઈશારાઓથી સિયા સાથે વાત કરી. સીસીટીવી ફૂટેજમાં ચેતનને હૂડી પહેરેલો પણ જોવામાં આવ્યો હતો, જેથી તેની ઓળખ છુપાયેલી રહે અને તે સિયા અને કેતનનો પીછો કરી શકે. આ પછી સિયા અને ચેતને મળીને નક્કી કરેલી જગ્યાએથી કેતનને પાછળથી એક ખીણમાં ધક્કો મારી દીધો.

ઉનાળામાં હૂડી પહેરવાથી પોલીસને થયો શક

સીસીટીવી ફૂટેજમાં કેતન તેની મંગેતર સિયા ગોયલ સાથે ચાલતો દેખાઈ રહ્યો હતો, જ્યારે શોર્ટ્સ અને હૂડી પહેરેલો એક વ્યક્તિ તેમનાથી લગભગ 20 થી 30 ફીટના અંતરે તેમની પાછળ ચાલી રહ્યો હતો. તે વ્યક્તિએ હુડીથી પોતાનો ચહેરો ઢાંકેલો હતો અને હેડસેટ પણ લગાવેલા હતા. અન્ય એક સીસીટીવી ફૂટેજે પોલીસની શંકા વધુ મજબૂત કરી દીધી. આ ફૂટેજમાં સિયા અચાનક પાછળ ફરીને હૂડી પહેરેલા વ્યક્તિ તરફ જોતી દેખાઈ. લગભગ તે જ ક્ષણે, તે વ્યક્તિ નીચે બેસી ગયો, જાણે તે પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યો હોય. ઉનાળાની ઋતુમાં હૂડી પહેરવી પોલીસને કેસની વધુ નજીક લઈ ગઈ. પોલીસે જોયું કે તે સમયે વિસ્તારમાં તાપમાન લગભગ 33 ડિગ્રી સેલ્સિયસ હતું. આવી કાળઝાળ ગરમીમાં ટ્રેક દરમિયાન હૂડી પહેરવાનો નિર્ણય ખૂબ જ વિચિત્ર લાગ્યો અને અધિકારીઓએ તે વ્યક્તિની ઓળખની બારીકાઈથી તપાસ કરવાનો નિર્ણય કર્યો.

Join WhatsApp

Join Now

Leave a Comment