જો તમે પીએફ ફંડ ઉપાડવાનું અથવા ક્લેમ દાખલ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેની ઓનલાઈન સિસ્ટમનું એક મોટું ટેકનિકલ અપગ્રેડ અને ડેટાબેઝ કન્સોલિડેશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પીએફની ઘણી મહત્વપૂર્ણ ઓનલાઈન સેવાઓ થોડા દિવસો માટે બંધ રહેશે.
26 જૂનથી 28 જૂન સુધી સેવાઓ બંધ રહેશે
EPFO દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, કલેઇમ સબમિશન અને કલેઇમ પ્રોસેસ સેવાઓ 26 જૂન, 2026 ના રોજ 12:00 વાગ્યાથી 28 જૂન, 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે. અપગ્રેડ અને ડેટાબેઝ કન્સોલિડેશન સેવાઓમાં સુધારો કરવા, પ્રક્રિયા ઝડપી બનાવવા અને વધુ સારો વપરાશકર્તા અનુભવ પ્રદાન કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. જોકે, EPFO એ સ્પષ્ટતા કરી છે કે 29 જૂન, 2026 ના રોજ રાત્રે 12:00 વાગ્યે બધી સેવાઓ ફરી શરૂ થશે.
કઈ સેવાઓ પ્રભાવિત થશે?
આ મેન્ટેનન્સ સમયગાળા દરમિયાન, PFના સભ્યો નવા કલેઇમ સબમિટ કરવા અને કલેઇમ પ્રક્રિયા સમાવેશ થાય છે. જે સભ્યોએ પહેલાથી જ પોતાના કલેઇમ સબમિટ કરી દીધા છે તેમના કલેઇમ પણ આ સમયગાળા દરમિયાન પ્રોસેસ કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં, બાકી રહેલા કલેઇમના સમાધાનમાં થોડા વધુ દિવસો વિલંબ થઈ શકે છે.
ઉમંગ એપ પરની સેવાઓ પણ પ્રભાવિત થશે
આ નવા ઉપગ્રેડેશનની અસર ન માત્ર પોર્ટલ પર પરંતુ ઉમંગ એપ પર પણ રહેશે. સામાન્ય રીતે ઉમંગ એપનો ઉપયોગ PF બેલેન્સ ચેક કરવા, અન્ય UAN સેવાઓનો ઉપયોગ કરવા, નવા કલેઇમ કરવા, કરાયેલા કલેઇમની સ્થિતિ જાણવા, ફરિયાદો દાખલ કરવા અને જીવન પ્રમાણપત્રો મેળવવા જેવી સેવાઓ પ્રદાન કરે છે.
હવે મળશે 8.25% વ્યાજ!
તાજેતરમાં નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારે EPF થાપણો પર 8.25% વ્યાજ દરને મંજૂરી આપી છે. આનાથી લાખો પીએફ ખાતાધારકોને ફાયદો થશે.
આ પણ વાંચો : કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

