ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

PM Modi Meet CWG 2026 Champions: મીરાબાઈ ચાનુ સહિત 39 મેડલ વિજેતા ખેલાડીઓ સાથે PM મોદીની ખાસ મુલાકાત

PM Modi Meet CWG 2026 Champions : Image Credit : ANI

PM Modi Meet CWG 2026 Champions : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં દેશનું નામ રોશન કરનારા ભારતીય ખેલાડીઓ સાથે દિલ્હીમા ખાસ મુલાકાત કરી. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026(Glasgow Commonwealth Games 2026)માં ભારતે કુલ 39 મેડલ જીત્યા હતા. જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર એન્ડ 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ શાનદાર પ્રદર્શન બાદ PM મોદીએ ખેલાડીઓને તેમની મહેનત અને સફળતાને બિરદાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખેલાડીઓએ પોતાના સંઘર્ષ અને ગેમ્સ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ પ્રસંગો પણ શેર કર્યા.

મીરાબાઈ ચાનુના આંસુનો PM મોદીએ કર્યો ઉલ્લેખ

મુલાકાત દરમિયાન PM મોદીએ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુના(Mirabai Chanu PM Modi) ગોલ્ડ મેડલ જીત્યા બાદ પોડિયમ પર આવેલા આંસુનો ઉલ્લેખ કર્યો. તેમને કહ્યું કે પોડિયમ પર વહેલા મીરાબાઈના દરેક આંસુ ગોલ્ડ મેડલ જેવા લાગ્યા હતા. ત્યારબાદ મીરાબાઈએ પોતાના છેલ્લા ચાર વર્ષના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેમને કહ્યું કે પેરિસ ઓલિમ્પિકમાં મેડલથી ચૂકી ગયા બાદ ઈજા અને પારિવારિક મુશ્કેલીઓ વચ્ચે તેમણે પોતાની તૈયારી ચાલુ રાખી હતી.

ગ્લાસગોમાં મહિલાઓની 48 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં મીરાબાઈએ કુલ 190 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ તેમની સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ હતી.કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા પછી જ્યારે હું પોડિયમ પર ઊભી હતી અને રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું, ત્યારે હું મારા આંસુ રોકી શકી નહીં.”

જાદુમણિ સિંહે મેડલ કારગિલના વીર જવાનોને સમર્પિત કર્યો

બોક્સર જાદુમણિ સિંહે પણ પોતાની જીત સાથે જોડાયેલી લાગણીસભર વાત શેર કરી. બોક્સર જાદુમણિ સિંહે  26 જુલાઈએ કારગિલ વિજય દિવસના દિવસે તેમણે પ્રી-ક્વાર્ટરફાઇનલમાં પાકિસ્તાનના રહેમાન સુમામાને 5-0થી હરાવ્યો હતો. 

26 જુલાઈએ કારગિલ વિજય દિવસના દિવસે પાકિસ્તાની બોક્સર સામે 5-0થી જીત મેળવ્યા બાદ જાદુમણિએ પોતાનો મેડલ કારગિલના વીર જવાનોને સમર્પિત કર્યો હતો. જાદુમણિએ કહ્યું, કે હું ભારતીય સેના સાથે જોડાયેલો છું, તેથી મેં પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે પાકિસ્તાનને હરાવવાનું છે. મેં 5-0થી જીત મેળવી અને મારો મેડલ કારગિલના વીર જવાનોને સમર્પિત કર્યો. PM મોદીએ પણ તેમની આ ભાવનાની પ્રશંસા કરી. ગ્લાસગોમાં જાદુમણિએ 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

નરેન્દ્ર બેરવાલે સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો મજેદાર કિસ્સો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે વર્ષ 2015ની વર્લ્ડ મિલિટરી ગેમ્સ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. બેરવાલે જણાવ્યું કે એક આંતરરાષ્ટ્રીય મુકાબલામાં તેમનો પહેલો મુકાબલો પાકિસ્તાનના બોક્સર સામે હતો. જો કે બેરવાલે આ મુકાબલો જીતી લીધો હતો. મેચ બાદ બંને બોક્સરોને ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પાકિસ્તાની બોક્સરે ‘નરેન્દ્ર’ નામને લઈને મજાક કરી હતી.

ત્યાં પાકિસ્તાની બોક્સરે બેરવાલ સાથે મજાક કરતાં કહ્યું હતું કે તેમનું નામ નરેન્દ્ર છે, તેમના કોચનું નામ પણ નરેન્દ્ર છે અને ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર છે. આ પછી તેણે મજાકમાં કહ્યું હતું કે હવે તેને ‘નરેન્દ્ર’ નામથી જ નફરત થઈ ગઈ છે. આ કિસ્સો સાંભળીને PM મોદી સહિત બેઠકમાં હાજર ખેલાડીઓ હસી પડ્યા હતા.

ગુરુ પૂર્ણિમાએ જીતેલો મેડલ ગુરુને કર્યો સમર્પિત

પેરા એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પણ પોતાની જીત સાથે જોડાયેલી લાગણીસભર વાત વડાપ્રધાન સાથે શેર કરી હતી. ગ્લાસગોમાં પુરુષોની પેરા T47 100 મીટર સ્પર્ધામાં ગાવિતે 10.71 સેકન્ડના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે આ સ્પર્ધામાં ઐતિહાસિક 1-2 પરિણામ મેળવ્યું હતું. કારણ કે મોહમ્મદ બેસિલ મોર્સિંગનાકથએ સિલ્વર મેડલ જીત્યો હતો. PM મોદી સાથેની વાતચીતમાં ગાવિતે જણાવ્યું હતું કે “ઇવેન્ટના દિવસે ગુરુ પૂર્ણિમા હતી અને મેં મારા ગુરુને આ મેડલ ભેટ તરીકે આપ્યો.” 

સીમા કાલીરમણનો જવાબ સાંભળીને હળવું બન્યું વાતાવરણ

હરિયાણાની એથ્લીટ સીમા કાલીરમણે પણ વડાપ્રધાન સાથેની મુલાકાતનો એક રમુજી પ્રસંગ શેર કર્યો હતો. ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સીમા કાલીરમણ કહ્યું કે તેમના મિત્રો વારંવાર પૂછતા હતા કે, ‘શું તું મોદીજીને મળી છે?’ હવે તેઓ ગર્વથી કહી શકશે કે હા, તેઓ PM મોદીને મળી ચૂક્યા છે. તેમના આ જવાબથી બેઠકમાં હળવાશનું વાતાવરણ સર્જાયું હતું. સીમા કાલીરમણએ 58.65 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બોક્સિંગે ભારતને અપાવ્યા સૌથી વધુ મેડલ

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં બોક્સિંગનો મહત્વનો ફાળો રહ્યો. ભારતના કુલ 39 મેડલમાંથી  ભારતીય બોક્સરોએ કુલ 10 મેડલ જીત્યા હતા. જેમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વરનો સમાવેશ થાય છે. બીજી બાજુ એથ્લેટિક્સમાં પણ ભારતે 10 મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત વેઇટલિફ્ટિંગ, પેરા એથ્લેટિક્સ અને જુડો સહિતની રમતોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. પેરા એથ્લેટિક્સમાં દિલીપ ગાવિત અને મોહમ્મદ બેસિલનું 100 મીટર T47માં 1-2 પરિણામ પણ ભારત માટે યાદગાર રહ્યું. ગાવિતે 10.71 સેકન્ડમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે બેસિલે 10.83 સેકન્ડમાં સિલ્વર મેળવ્યો હતો. 

ખેલાડીઓની મહેનતને PM મોદીએ બિરદાવી

PM મોદીએ ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન તેમની સતત મહેનત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા. PM મોદીએ ખેલાડીઓ સાથેની વાતચીતની શરૂઆતમાં છેલ્લા એક દાયકાથી વધુ સમય દરમિયાન પોતાના નિવાસસ્થાને રમતવીરો સાથે થતી મુલાકાતોને યાદ કરી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment