ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

નાગપુરની SBI બેન્કમાં કર્મચારીઓની આંખમાં મરચુ નાંખી લૂંટનો નિષ્ફળ પ્રયાસ

10 સપ્ટેમ્બરે નાગપુરની SBI બેન્કમાં એક ચકિત કરતી ઘટના બની હતી. બેન્ક કર્મચારીઓની આંખમાં મરચુ નાંખી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બેન્ક કર્મચારીઓ કંઈ સમજે કે શું થઈ રહ્યુ છે તે પહેલાં જ આરોપીઓએ પોતાની કામગીરી કરી દીધી હતી.

ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા સમગ્ર હકીકત સામે આવી છે

SBI બેન્કમાં કર્મચારીઓની આંખમાં અચાનક મરચુ નાંખી દેતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. CCTV ફૂટેજ, સ્થાનિકો અને પોલીસની સતર્કતાના કારણે આરોપીઓને ઝડપી લેતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. આંખમાં મરચું પાઉડર જવાના કારણે કર્મચારીઓ થોડા સમય માટે અસહાય જેવા બની ગયા હતા.

પોલીસની ત્વરિત ચપળતાથી આરોપી ગણતરીની મિનિટોમાં ઝડપાયો

બેન્કમાંથી મોટું નુકસાન થાય તે પહેલાં જ સ્થાનિકોની મદદથી પોલીસને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. આરોપી પાસેથી ચોરીની વસ્તુઓ પણ પરત મેળવી લેવામાં આવી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી તપાસ કરી રહી છે. આરોપીએ અગાઉ રેકી કરી હતી કે કેમ અને આરોપી સાથે અન્ય કોઈ પણ સાગરિતો સામેલ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment