ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

ઉત્તરાખંડમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના PA ના ઘરે ED ત્રાટકી

ED એ UKSSSC પરીક્ષામાં ગોટાળાને લઈ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના PA ના ઘરે દરોડા પાડ્યા હતા અને ત્યારે ત્યાં જે રકમ અને કિંમતી સામાન મળ્યો હતો, તે જોઈને ED ની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

52.16 લાખ રોકડા, 12 લક્ઝરી ઘડિયાળ અને સોનું મળ્યુ

પૂર્વ મુખ્યમંત્રીના PA ચંદન સિંહના ઘરે અચાનક ED ની છાપેમારી બાદ 1.28 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં 32 લાખ રોકડ પણ મળી હતી. 12 ઈમ્પોર્ટેડ Rolex, Rado, Piaget, Movado, Tissot અને Casio Edifice જેવી બ્રાન્ડેડ કંપનીની લક્ઝરી ઘડિયાળ, 200 ગ્રામથી વધુ સોનું પણ મળી આવ્યુ હતુ. પરિજનોના ખાતામાં 52 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. આ તમામ વસ્તુઓની કિંમત 1.28 કરોડથી પણ વધુ માનવામાં આવે છે.

UKSSSC ની પરીક્ષામાં ગોટાળો સામે આવ્યા બાદ તપાસ શરૂ થઈ હતી

ચંદનસિંહ જીના 2014થી 2017 સુધી પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના OSD પણ રહી ચૂક્યા છે. ED એ ચંદનસિંહનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે. UKSSSCની 2016માં યોજાયેલી ગ્રામ પંચાયતની પરીક્ષામાં ધાંધલીના આરોપો બાદ તપાસ શરૂ થઈ હતી, જેનો રેલો છેક હરીશ રાવતના PA સુધી પહોંચ્યો છે. અગાઉ પૂર્વ અધ્યક્ષ, સચિવ અને પરીક્ષા નિયામકની પણ STF દ્વારા ધરપકડ થઈ ચૂકી છે. ED દ્વારા મની લોન્ડરિંગ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


.

Join WhatsApp

Join Now

Leave a Comment