ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

BRICS સમિટમાં આજે ફરી દિગ્ગજોની દ્વિ-પક્ષીય બેઠકો, જાણો આજનો ઘટનાક્રમ

દિલ્હીના ભારત મંડપમમાં આજે ફરીથી જામશે બેઠકોનો દોર. PM મોદી દ્વારા એક બાદ એક નેતાઓ સાથે દ્વિ-પક્ષીય બેઠકોનું આયોજન. આજના દિવસમાં 7 દ્વિ-પક્ષીય બેઠકો સંભવ.

જાણો શું છે આજનો કાર્યક્રમ

BRICS શિખર સંમેલનમાં પ્રથમ દિવસે નેતાઓનો જમાવડો, સંયુક્ત બેઠકો, ફેમિલી ફોટો અને ભારત-ચીન મુલાકાત બાદ આજે બીજા અને અંતિમ દિવસે પણ જામશે બેઠકો. કઝાકિસ્તાન, ફિલિપાઈન્સ, દ.આફ્રિકા, યુગાન્ડા જેવા દેશના વડાઓ સાથે પ્રધાનમંત્રી મોદી કરશે દ્વિ-પક્ષીય વાર્તા. આજનો બીજો દિવસ કૂટનીતિક રીતે તથા વૈશ્વિક મુદ્દાઓને લઈ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આજે સવારે દિગ્ગજ નેતાઓનું ઓપન સેશન પણ યોજાશે. “સહયોગ અને વિકાસ દ્વારા વૈશ્વિક વિકાસનું ભવિષ્ય” આ થીમ પર નેતાઓ નિવેદન આપશે.

સવારે ઓપન સેશન બાદ બપોરે દ્વિ-પક્ષીય બેઠકો

BRICS સમિટના બીજા અને અંતિમ દિવસે સવારે ભારત મંડપમ લેવલ-2માં ફેમિલી ફોટો સેશન અને ઓપન સેશન બાદ નેતાઓ સાથે દ્વિ-પક્ષીય બેઠકોનું આયોજન છે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ જોમાર્ટ ટોકાયેવ, ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર માર્કોસ જુનિયર, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી, દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ માતામેલા સિરિલ રામાફોસા, બરુંડીના રાષ્ટ્રપતિ એવરિસ્ટ નદાયિશિમિયે, નાઈજિરિયાના ઉપરાષ્ટ્રપતિ સિનેટર કાશિમ શેટ્ટિમા, યુગાન્ડાના રાષ્ટ્રપતિ જેસિકા અલુપો સાથે દ્વિ-પક્ષીય બેઠકોનું આયોજન.

Join WhatsApp

Join Now

Leave a Comment