અમેરિકાના લોસ એન્જલિસમાં હેલિકોપ્ટર ક્રેશ, દુર્ઘટનામાં 3ના મોત

લોસ એન્જલિસના સૈન ફર્નાન્ડો વેલીમાં હેલીકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી છે, જેમાં 3ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ઘટનાસ્થળે જ ત્રણના મોતની ફાયર વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ છે. થોડા સમય પહેલા જ જે સ્થળે મેટ્રો દુર્ઘટના થઈ હતી, ત્યાં આજે હેલીકોપ્ટર ક્રેશનો બનાવ બન્યો છે.

ઘટનાના કારણ અંગે તપાસ શરૂ

ફાયર વિભાગના કર્મચારીઓ અનુસાર, આ હેલીકોપ્ટર ક્રેશની ઘટના બે કમર્શિયલ ઈમારતો વચ્ચે બની છે. હેલીકોપ્ટર ક્રેશ થઈને બે શિપિંગ કન્ટેનર અને કાર પર પડ્યુ હતુ. શા કારણથી હેલીકોપ્ટર ક્રેશ થયુ તે સામે આવ્યુ નથી, તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ત્રણના મોત થયા છે. હેલીકોપ્ટરમાં કુલ કેટલા લોકો સવાર હતા તે પણ હજુ સ્પષ્ટ નહી.

આ જ સ્થળે થોડા સમય પહેલાં જ થયો હતો અકસ્માત

હેલીકોપ્ટર ક્રેશ થયુ તે ઘટનાસ્થળે તાજેતરમાં જ એક ભીષણ અકસ્માત થયો હતો. મેટ્રો બસ સેવા અને SUV કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આજે આ સ્થળે જ હેલીકોપ્ટર ક્રેશનો બનાવ બન્યો છે. જેમાં જમીન પર રહેલા એક વ્યક્તિ હેલીકોપ્ટર ક્રેશ અકસ્માતનો ભોગ બન્યા, તે સહિત ત્રણના મોત થયા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment