જાપાનમાં ભાલુઓના વધતા હુમલાઓને કારણે સરકારએ ‘ભાલુ મંત્રી’ની નિમણૂક

japan-government-seprate-ministry-bear-wild-life-management

જાપાન સરકારે ભાલુઓના વધતા હુમલાઓને કારણે “ભાલુ મંત્રી” તરીકે પર્યાવરણ મંત્રાલયને વિશેષ જવાબદારી આપી છે. 2025માં 237 લોકો પર ભાલુઓએ હુમલો કર્યો હતો જેમાં 13 લોકોના મોત થયા. આ કારણે સરકારે 2030 સુધી “માનવ–ભાલુ સહઅસ્તિત્વ” માટે રોડમૅપ જાહેર કર્યો છે. જાપાનની સરકારે અલગ મંત્રાલયની પણ રચના કરી છે અને કેબિનેટ કક્ષાના મંત્રીને તેની જવાબદારી સોંપવામાં આવી છે.

જાપાનમાં રીંછની વધતી સંખ્યા

જાપાનના કેટલાય વિસ્તારો એવા છે, જ્યાં રીંછની વસ્તીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, હોક્કાઈડો વિસ્તારમાં રીંછની સંખ્યામાં 30 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે હોન્શુ વિસ્તારમાં 40 ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધી 50 હજાર રીંછ નોંધાઈ ચૂક્યા છે. અને જંગલ વિસ્તારના ઘટતાં પ્રમાણને જોતા રીંછ શહેરી વિસ્તારોમાં આવતા થઈ ગયા છે. તેથી લોકોના મનમાં રીંછ માટે ભય ઉત્પન્ન થઈ ગયો છે.

માનવો પર વધતા હુમલા

જાપાનમાં વધતી રીંછની સંખ્યા અને રીંછ માટે ખોરાકની તંગી અથવા અન્ય કોઈ કારણોસર રીંછ દ્વારા માનવો પર હુમલાની સંખ્યા વધતી જ ગઈ છે. 1980 ના દાયકામાં દર વર્ષે 30 થી ઓછા હુમલા થતા હતા, જ્યારે ગત વર્ષે રીંછનો માનવ પર હુમલાનો આંકડો 237 પર પહોંચી ગયો છે. જેમાં 13 ના મોત થયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. જાપાનના કેટલાક વિસ્તારો તો એવા છે, જ્યાં રીંછ બિન્દાસ્ત રીતે શહેરી વિસ્તારોમાં રસ્તા પર ફરે છે. જેના કારણે લોકોના મનમાં ભય ઘર કરી ગયો છે. સ્થાનિકો અને સરકારે એક તારણ આપ્યુ છે કે વૃદ્ધ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. જેના કારણે આ જ ખુલ્લા ખેતરોને ભાલુઓએ પોતાનું કાયમી રહેઠાણ બનાવી દીધુ છે. બીજુ કારણ એ છે કે જાપાનમાં શિકારીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. આ શિકારીઓ ભાલુને શિકાર બનાવતા હતા અથવા રહેણાંક વિસ્તારોથી દૂર ભગાવતા હતા. છેલ્લા પાંચ-સાત વર્ષમાં લાયસન્સધારી શિકારીઓની સંખ્યા માત્ર 2 લાખ સુધી સિમિત થઈ ગઈ છે.

જાપાન સરકારનું આયોજન

જાપાન સરકારે ભાલુ મંત્રાલયની રચના કરી છે. કેબિનેટ કક્ષાના મંત્રીને આ ખાસ પ્રકારના ખાતાની સોંપણી કરવામાં આવશે. અન્ય ખાતાના મંત્રીઓને હટાવવામાં કે ફેરબદલ કરવામાં નહી આવે. પર્યાવરણ મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે વિશેષ પ્લાન પણ બનાવ્યો છે આ માટે. 9 મંત્રાલયો સંયુક્ત થઈને કામ કરશે. દર વર્ષે 20 ટકા રીંછને કાબૂમાં લેવાનો સરકારનો લક્ષ્યાંક છે. 2030 સુધીમાં રીંછની સંખ્યા 62 ટકા સુધી ઘટાડવાનો પ્લાન છે. હોક્કાઈડો વિસ્તાર માટે અલગ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જ્યાં 2034 સુધીમાં 71 ટકા ભાલુની સંખ્યા ઘટાડવાનો લક્ષ્યાંક છે.

Join WhatsApp

Join Now

Leave a Comment