અમેરિકાના મિશિગનમાં ફાઈટર જેટની ટ્રેનિંગ દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. F 16 ફાઈટર જેટ બ્લેયર ટાઉનશીપ પાસે ગ્રામીણ વિસ્તારમાં આ ઘટના બની હતી. પાયલટે સમયસૂચકતા વાપરી બહાર આવી જતા બચી ગયો હતો. પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પક્ષી સાથે ટકરાવ દુર્ઘટનાનું કારણ માનવામાં આવે છે.
અમેરિકાના મિશિગનમાં વાયુસેનાનું F 16 પ્લેન ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. સદનસીબે વિમાનમાં સવાર પાયલટે સમયસૂચકતા વાપરી અને ઈજેક્શન કરી લઈ પેરાશૂટની મદદથી સુરક્ષિત બહાર આવી ગયો હતો.
ક્યાં બની ઘટના ?
F-16 વિમાન ટેક્સાસ એર નેશનલ ગાર્ડની 149મી ફાઇટર વિંગ સાથે જોડાયેલું છે. આ દુર્ઘટના મિશિગનના ગ્રૅન્ડ ટ્રેવર્સ કાઉન્ટીના ગ્રામીણ વિસ્તારમાં બ્લેયર ટાઉનશીપ પાસે થઈ હતી. મિશિગનમાં ચાલી રહેલા નિયમિત ટ્રેનિંગ મિશનનો ભાગ હતુ આ વિમાન. ટ્રેનિંગ અલ્પેના સ્થિત નેશનલ ગાર્ડના કૉમ્બેટ રેડીનેસ ટ્રેનિંગ સેન્ટર સાથે જોડાયેલી હતી. ઘટનાસ્થળ ડેટ્રોઈટથી 300 કિમી દૂર છે.
કેવી રીતે થઈ દુર્ઘટના ?
આ દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ, વિમાન પક્ષી સાથે અથડાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દુર્ઘટના બાદ આસપાસના લોકોને ધડાકાના અવાજ સંભળાતા હતા. વિમાન ક્રેશ થયા બાદ આગ લાગ્યાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, વિમાન ક્રેશ થઈ ખેતરમાં પડ્યુ હતુ અને ત્યાં વારંવાર ધડાકા થતા હતા. F-16ના ઈમરજન્સી પાવર સિસ્ટમમાં ‘હાઇડ્રાજિન’ નામના ઝેરી રસાયણનો ઉપયોગ થતો હોવાથી, શરૂઆતમાં લોકોને ઘરમાં રહેવાની અને બાદમાં ક્રેશ સાઈટની આસપાસ એક માઈલના ઘેરાવામાં વિસ્તાર ખાલી કરવાનો આદેશ અપાયો હતો. રાહત અને બચાવ ટીમો દ્વારા સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી









