96 વર્ષના દિગ્ગજ રોકાણકાર વોરન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમનો દિકરો હવે સંભાળશે વારસો. હાર્વડ બફેટની નવા ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી. માર્ગદર્શકના રૂપમાં કાર્યરત રહેશે વોરન બફેટ.
વોરન બફેટના રાજીનામા અંગે કંપનીએ સત્તાવાર જાણકારી આપી છે. વોરન બફેટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહેશે. પોતાના અનુભવ પરથી બર્કશાયર હેથવેને માર્ગદર્શન આપતા રહેશે વોરન. લાંબા સમયથી કંપની ઉત્તરાધિકારીની શોધ કરી રહી હતી. હાર્વડ 1993 થી કંપનીના ડાયરેક્ટર છે. ગ્રેગ અબેલ બર્કશાયર હેથવેના CEO પદ પર કાર્યરત રહેશે. કંપનીના Succession Plan હેઠળ વોરેન બફેટની જગ્યાએ હવે તેમના પુત્ર હોવર્ડ બફેટ નવા ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. આ સાથે જ સુસાન ડેકર કંપનીમાં લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપવાનું ચાલુ રાખશે.
1 ટ્રિલિયનની વર્થ ધરાવતી આ કંપની વોરન બફેટ 1965 થી ચલાવી રહ્યા છે. આજે આ દિગ્ગજ ઈન્વેસ્ટરે શેર હોલ્ડર્સને પત્ર લખી જાણ કરી હતી. 56 વર્ષ બાદ વોરન બફેટે આ પદ છોડ્યુ છે. કંપનીના જણાવ્યા અનુસાર, ‘ચેરમેન એમેરિટસ તરીકે નિયુક્ત થયા પછી પણ તેઓ બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે જળવાઈ રહેશે અને કંપનીના મહત્ત્વના નિર્ણયોમાં પોતાના બહોળા અનુભવ અને દૃષ્ટિકોણથી માર્ગદર્શન પૂરું પાડતા રહેશે.’ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તેમણે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(CEO) પદેથી પણ હટી જવાની જાહેરાત કરી હતી.









