ગ્રીનલેન્ડ ડેન્માર્ક પાસે જ રહેશે: ટ્રમ્પની ઘોષણા

US–ડેન્માર્ક વચ્ચે તાજેતરમાં ડેન્માર્ક મુદ્દે કરાર થયા છે. જે મુજબ અમેરિકા હવે ગ્રીનલેન્ડમાં સ્થાયી સૈન્ય હાજરી સ્થાપિત કરશે અને કોઈ પણ વિરોધી દેશ (જેમ કે ચીન અથવા રશિયા) ત્યાં બેઝ અથવા “sensitive investments” કરી શકશે નહીં. આ કરારને “સ્થાયી સુરક્ષા કવર” તરીકે રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ડેન્માર્ક સાથે એક ડીલની ઘોષણા કરી છે. ટ્રમ્પે આ કરારની ધોષણા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરી હતી.

શું છે ડીલના મુખ્ય મુદ્દા ?

ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકા માટે જરૂરી માનતા હતા. ડેન્માર્ક, ગ્રીનલેન્ડ અને યુએસ વચ્ચે આર્કટિક સુરક્ષાને લઈને કરાર થયા છે. આ કરાર પ્રમાણે ગ્રીનલેન્ડની સુરક્ષાની જવાબદારી અમેરિકા પાસે રહેશે. ગ્રીનલેન્ડમાં સૈન્ય બેઝ, ઓવરફ્લાઈટ માટે કાયમી અધિકાર મળશે. ગ્રીનલેન્ડમાં વિદેશી રોકાણકારોને પ્રતિબંધ. કોઈ પણ non-NATO દેશ ગ્રીનલેન્ડમાં બેઝ કે સંવેદનશીલ રોકાણ કરી શકે નહી. કરાર ન્યૂયોર્કની યુએન જનરલ અસેમ્બલીમાં થશે. ડેન્માર્ક અને ગ્રીનલેન્ડની સંસદીય મંજૂરી આવશ્યક છે.

રાજકીય અસરો શુ થશે ?

યુરોપિયન યુનિયન (EU)એ ગ્રીનલેન્ડમાં €200 મિલિયનનું રોકાણ જાહેર કર્યું છે, જેથી અમેરિકી પ્રભાવને સંતુલિત કરી શકાય.  આ કરાર આર્કટિક અને નોર્થ એટલાન્ટિક ક્ષેત્રમાં NATOની સુરક્ષા મજબૂત કરે છે. ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પ અને ડેન્માર્ક વચ્ચે લાંબા સમયથી તણાવ રહ્યો છે. સમજૂતીમાં ગ્રીનલેન્ડનું સાર્વભૌમત્વ ડેન્માર્ક પાસે જ રહેશે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના નેતાઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે સમજૂતી તેમના સાર્વભૌમત્વ અને ગ્રીનલેન્ડના લોકોના આત્મનિર્ણયના અધિકારને માન્યતા આપે છે. અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે 1951થી ગ્રીનલેન્ડની સુરક્ષા અંગે કરાર છે. આ કરારના આધારે અમેરિકાને ગ્રીનલેન્ડમાં સૈન્ય હાજરી જાળવવાનો અધિકાર મળ્યો હતો. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને પણ સમજૂતીને ગ્રીનલેન્ડ, ડેનમાર્ક અને અમેરિકા માટે ફાયદાકારક ગણાવી છે. 

વ્યૂહાત્મક અસરો પણ થશે.

ગ્રીનલેન્ડ–યુએસ–ડેન્માર્ક ડીલના આર્થિક પ્રભાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આર્કટિક વિસ્તાર માત્ર સૈન્ય દ્રષ્ટિએ નહીં પરંતુ કુદરતી સંસાધનો અને વેપાર માર્ગો માટે પણ વ્યૂહાત્મક છે. ગ્રીનલેન્ડમાં Rare Earth Minerals (REEs), યુરેનિયમ, આયર્ન ઓર, ઝિંક, અને ગોલ્ડ જેવા ખનિજ ભંડાર છે. યુએસની હાજરીથી ચીન જેવા દેશોને આ ખનિજોમાં સીધી ઍક્સેસ રોકાશે. EU અને NATO દેશો energy diversification માટે ગ્રીનલેન્ડને મહત્વ પૂર્ણ સ્ત્રોત તરીકે જોઈ રહ્યા છે.

ભારત પર શું અસર થશે ?

ભારત માટે આ ગ્રીનલેન્ડ–યુએસ–ડેન્માર્ક ડીલના વ્યૂહાત્મક અર્થ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આર્કટિક ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ ભારતની energy security, shipping trade, અને રાજદ્વારી નીતિઓને સીધી અસર કરે છે.  આર્કટિકમાં Oil & Gas reserves ભારત માટે alternative energy source બની શકે છે. US–NATO presence shipping lanesને સુરક્ષિત બનાવશે, જે ભારતના merchant shipping માટે લાભદાયક છે. ભારત US–NATO સાથે Arctic collaboration વધારી શકે છે. ભારતને balancing diplomacy અપનાવવી પડશે: US સાથે Arctic security, Russia સાથે defense, China સાથે cautious trade

Join WhatsApp

Join Now

Leave a Comment