UAE માં ભારતીયની દર્દનાક હત્યા, 9 ટુકડામાં મળ્યો મૃતદેહ, દીકરો અને પત્ની ગાયબ

એલ્વિન પ્રકાશ કુંદર નામના દક્ષિણ ભારતીય શખ્સની UAE માં બેરહેમીથી હત્યા કરી નાંખવામાં આવી છે. હત્યા બાદથી જ પત્ની અને દીકરો ગાયબ છે. પરિવારે સંપર્ક ન થઈ શકતા શોધ શરૂ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પ્રકાશ શારજાહ એરપોર્ટ પર 14 વર્ષથી ફરજ બજાવતા હતા.

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંદાપુરના નિવાસી એલ્વિન પ્રકાશ કુંદરની જૂલાઈમાં સંયુકત આરબ અમીરાતના શારજાહમાં દર્દનાક હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલી માહિતી બે માસ બાદ સામે આવી રહી છે. ઘટના બાદથી દીકરો અને પત્ની ગાયબ થતાં પરિવારે શોધ કરતા સમગ્ર હકીકત સામે આવી છે. મૃતદેહના 9 કટકા કરી કારમાં ભરી દીધો હતો.

ગત ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી હતી

એલ્વિન પ્રકાશ છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કાર્યરત છે અને ગત વર્ષે ડિસેમ્બર માસમાં જ પોતાના ઘરની મુલાકાત લીધી હતી, એલ્વિનની પત્ની ટીના કુંદર ઉડુપીની નિવાસી છે. ટીના શારજાહમાં એક શાળામાં ટીચર છે. તેમનો દિકરો પણ શારજાહમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. મૃતકના ભાઈએ ઉડુપી એસપી સાથે મુલાકાત કરી સમગ્ર ઘટના જણાવી તપાસ શરૂ કરવાની માગ કરી છે.

એલ્વિન પ્રકાશ ભારત આવ્યા છે તેવુ વૉચમેનનું કથન

એલ્વિનના ભાઈએ સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ ઠોસ જાણકારી ન પ્રાપ્ત થતા એલ્વિનના સહાયક મનોહરનો સંપર્ક કર્યો હતો, મનોહર એલ્વિનના ફ્લેટ પર પહોંચતા વૉચમેને એલ્વિન ભારત ગયા હોવાનું જણાવ્યુ હતુ. જે કંપનીમાં કામ કરતા હતા, ત્યાં સંપર્ક કરતા ત્યાથી પણ એલ્વિન ભારત આવ્યા હોવાની જાણકારી મળી હતી. કંપની સાથે ફરીથી વાત કરી પાસપોર્ટ રેકોર્ડ ચેક કરાવ્યા બાદ જાણ થઈ કે એલ્વિન શારજાહમાં જ છે. આ પછી એલ્વિન વિશે પોલીસ તપાસ શરૂ થઈ અને ઓમાન તરફના રસ્તા પર એક કારમાંથી એલ્વિનનો મૃતદેહ મળ્યો હતો. શારજાહ પોલીસ સમગ્ર ઘટનાની હકીકત તપાસી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment