UNGA ના મંચ પરથી પાકિસ્તાન જ નહી, દુનિયાને સંદેશ પાઠવ્યો ડૉ.એસ.જયશંકરે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે વિશ્વ અને ખાસ કરીને પાકિસ્તાનને કડક સંદેશો પાઠવ્યો છે. ભારત હંમેશા “ઝીરો ટોલરન્સ” ની નીતિ અપનાવશે, તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી. એ સિવાય AI, મિડલ-ઈસ્ટનો તણાવ, રશિયા-યુક્રેન તણાવ સહિત ઘણા મુદ્દે વાત કરી હતી.

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્રને સંબોધતાં તેમણે કહ્યું કે અમે એવા સમયે આ મહાસભામાં એકત્ર થયા છીએ, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર પોતાના નવમા દાયકામાં પ્રવેશી રહ્યું છે. તેની સ્થાપના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા તથા તેના માટે સામૂહિક કાર્યવાહી કરવાના હેતુથી કરવામાં આવી હતી. સભ્ય દેશોએ મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાની અને વૈશ્વિક શાંતિને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આતંકવાદ સામે પોતાના અધિકારોનું રક્ષણ કરશે: એસ.જયશંકર

ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્રસભાના મંચ પરથી પાકિસ્તાનને સણસણતો તમાચો લગાવ્યો છે. ડૉ.એસ.જયશંકરે કહ્યુ હતુ કે, આતંકવાદ સામે પોતાના બચાવના તમામ અધિકારોનો ઉપયોગ કરશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરવામાં આવશે. મિત્રતા અને સદભાવના આતંકવાદ સાથે સહ-અસ્તિત્વમાં ન રહી શકે.

મિડલ ઈસ્ટના તણાવ પર ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે સમુદ્રમાં જહાજો અને નાવિકો પર થતા હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થતા જહાજો પર હુમલો અયોગ્ય ઠેરવ્યો. જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ છેડછાડ ન થઈ શકે. યુક્રેન યુદ્ધના પાંચ વર્ષ પર અંતહીન યુદ્ધનો અંત આણવો જોઈએ તેમ કહી ચિંતા વ્યક્ત કરી. શાંતિ સ્થાપિત કરનારા તમામ પ્રસ્તાવો પર ભારતનું સમર્થન જાહેર કર્યુ છે.

4-F ના સંકટનો ઉલ્લેખ કર્યો

વિદેશમં6 ડૉ.એસ.જયશંકરે 4F- Fuel,Food,Fertilizer અને Fianance નો પણ ઉલ્લેખ કર્યો. સુપર અલ નીનો, ખાદ્યાન્નની અછત પર ચિંતા વ્યક્ત કરી. AI નો દુરૂપયોગ એકબીજા પ્રત્યે સન્માન ઘટાડે છે. વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે મહત્મા ગાંધીના શાંતિ સંદેશનો ઉલ્લેખ કરતા કહ્યુ કે શાંતિનો કોઈ રસ્તો નથી, શાંતિ જ રસ્તો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment