બ્રિટનમાંથી ઝડપાયા 5 શંકાસ્પદો, અમેરિકી એરબેઝ પર હુમલાનું ષડયંત્ર ઘડ્યુ હતુ

UK માંથી પાંચ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ આતંકી કાવતરૂ કરવાની ફિરાકમાં હતા તેવુ માનવામાં આવી રહ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીના વખાણ કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે, કે ઝડપાયેલા લોકો અમેરિકી સૈન્ય બેઝ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. RAF Fairford પાસેથી પાંચ શંકાસ્પદોને દબોચી લેવામાં આવ્યા.

આજે વહેલી સવારે બ્રિટનમાંથી પાંચ શંકાસ્પદોની ધરપકડથી હડકંપ મચી ગયો છે, કારણ કે તેઓ પાસેથી વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે અને તે લોકો અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડના ગ્લૉસ્ટશાયર વિસ્તારમાંથી RAF Fairford પાસેથી તેમને ઝડપી લેવામાં આવ્યા છે. બ્રિટિશ કાઉન્ટર ટેરરિઝમ પોલીસ દ્વારા પાંચેયને ઝડપીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાંચ શંકાસ્પદોને વિસ્ફોટક એક્ટ હેઠળ પકડી લેવામાં આવ્યા છે. આતંકવાદી કાવતરાની આશંકાએ તેમને પોલીસે હિરાસતમાં લીધા છે.

બ્રિટિશ કાઉન્ટર ટેરરિઝમ પોલીસને રાતે 12.45 વાગ્યે ત્રણ સંદિગ્ધ વાહનો અમેરિકી એરબેઝ તરફ આગળ વધ્યા હોવાની જાણકારી મળી હતી, ત્યારબાદ પોલીસની ટુકડી હથિયારો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પાંચે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે આસપાસના વિસ્તારોના 85 ઘરો પણ તાબડતોબ ખાલી કરાવી દીધા છે. ત્રણે વાહનો આસપાસ 400 મીટરનો ઘેરાવો કરવામાં આવ્યો છે અને તેમની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

પકડાયેલા પાંચ લોકો કોણ છે ?

બ્રિટિશ પોલીસે ઝડપાયેલા પાંચ લોકો કોણ છે અને તે કયા દેશના છે તે વિશે કોઈ માહિતી આપી નથી. પોલીસે માત્ર એટલી જ જાણકારી આપી હતી કે ઘટના ત્રણ શંકાસ્પદ વાહનોને લઈને છે અને તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસને ત્રણ વાનમાંથી શું મળ્યુ અને કેટલા લોકો સવાર હતા, તે અંગે પણ કોઈ જાણકારી આપી નથી. બ્રિટિશ પોલીસે પકડાયેલા લોકોની મનશા વિશે પણ કોઈ ખુલાસો કર્યો નથી. પોલીસે લોકોને અફવાઓનો ફેલાવો ન કરવા સૂચના આપી છે.     

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, મોટુ નુકસાન કરવાના હતા

ઝડપાયેલા શખ્સો અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યુ છે, કે અમેરિકા અને બ્રિટનની તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. ઝડપાયેલા લોકો મોટુ નુકસાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. અમેરિકી અધિકારીઓ લાંબા સમયથી તેઓ પર નજર રાખી રહ્યા હતા.

ઈરાન કનેક્શન અંગે પણ તપાસ

RAF Fairford નો ઉપયોગ અમેરિકાએ ઈરાન સામે યુદ્ધમાં કર્યો હતો. અમેરિકી વાયુસેના ઈરાન યુદ્ધ દરમિયાન આ જ એરબેઝથી કાર્યવાહી કરતી હતી. ત્યારે ઈરાને ચિમકી આપી હતી, કે અમેરિકાને મદદ કરનારા અન્ય દેશોના સૈન્ય ઠેકાણાઓ પણ અમારા નિશાને આવી શકે છે, તેથી તપાસકર્તાઓ આ ઘટનાનું ઈરાન કનેક્શન પણ તપાસી રહ્યા છે. જો કે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. આ ઘટના બાદ એરબેઝ આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment