Why Delhi banned construction from November 1: દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 1 નવેમ્બરથી બાંધકામ અને તોડફોડ પર પ્રતિબંધ લગાવવાનો સરકારે નિર્ણય લીધો છે. 10 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી તમામ પ્રકારનું બાંધકામ બંધ રહેશે.
ભારતની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણ લાંબા સમયથી ગંભીર સમસ્યા બની રહ્યું છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં સ્મોગ, વાહન પ્રદૂષણ, ઉદ્યોગો અને બાંધકામ પ્રવૃત્તિઓના કારણે હવાના ગુણોત્તરમાં ભારે ઘટાડો જોવા મળે છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારે તાજેતરમાં બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં AQI (Air Quality Index) ઘણીવાર 400–500 સુધી પહોંચી જાય છે, જે “Severe” શ્રેણીમાં આવે છે. જેના કારણે શ્વાસની બીમારીઓ, આંખમાં ચભચભાટ, ગળામાં દુખાવો અને હૃદયરોગના દર્દીઓ માટે જોખમ વધી જાય છે.
પર્યાવરણભવનમાં યોજાઈ બેઠક
દિલ્હીમાં પ્રદૂષણ કંટ્રોલમાં રહે તે માટે સરકારે જાહેરાત કરી છે કે દિલ્હી અને NCR વિસ્તારમાં તમામ બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ બંધ રહેશે. ફ્લાયઓવર, મેટ્રો, હાઉસિંગ પ્રોજેક્ટ્સ, રોડના કામકાજ દિલ્હીમાં 1 નવેમ્બરથી બંધ થશે. માત્ર જરૂરી જાહેર સેવાઓ જેમ કે હોસ્પિટલ, રેલવે, એરપોર્ટના કામકાજ જ ચાલુ રહેશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, પર્યાવરણમંત્રી મનજિન્દરસિંહ સિરસા, PWD મંત્રી પ્રવેશ વર્મા બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ થાય તે માટે પાર્કિંગ ચાર્જિસ વધાર્યા
લોકો વધુ ને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે હેતુથી પાર્કિંગ ચાર્જિસ ડબલ કરવામાં આવ્યા છે. 1 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી આ પ્રકારના ચાર્જ લાગુ રહેશે. મેટ્રો રેલ હોય ત્યાં આ પ્રકારના ચાર્જ લાગશે નહી. લોકો વધુ ને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે એકમાત્ર હેતુથી સરકારે આ પ્રકારના પગલાં લીધા છે.
સરકારી કામકાજના સમયમાં પણ ફેરફાર
મ્યુનિસિપલ કમિશનર ઓફ દિલ્હી અંતર્ગત આવતી સરકારી કચેરીઓમાં 1 નવેમ્બરથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કચેરીઓ સવારે 8.30 થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યારે ગવર્મેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી અંતર્ગત આવતી સરકારી કચેરીઓમાં સવારે 10 વાગ્યાથી 6.30 સુધી કામકાજ થશે. સરકારે પ્રાઈવેટ સેક્ટરમાં પણ 50 ટકા વર્ક ફ્રોમ હોમ મળી શકે તેવી છૂટ આપવાનો આદેશ આપ્યો છે.













