ઈ-મેમો ભરવાનો બાકી હોય તો ભરી દેજો, નહી તો વીજબિલ વધુ આવશે

દેશની સર્વોચ્ચ અદાલતે 20 હજાર કરોડના બાકી ઈ-મેમો અંગે અવલોકન કરતાં કહ્યુ કે માત્ર મેમો આપી દેવો અને છૂટી જવુ એટલુ પૂરતુ નથી, પરંતુ દંડ વસૂલ કરવો પણ જરૂરી છે. બાકી મેમો જે-તે વ્યક્તિ નથી ભરી રહ્યુ તો બાકી રહેતી રકમ લાઈટ બિલમાં ઉમેરો અને જો તો પણ નથી ભરાતો, તો કનેક્શન કાપી નાંખો

સુપ્રીમ કોર્ટે ઈ-મેમો વસૂલ કરવાની રીત શીખવી

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે બાકી ચલાણ ધરાવતા વાહનને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવાની વ્યવસ્થા પર વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે ટ્રાફિક ચલણની વસૂલીને લઈને અધિકારીઓને કડકાઈ રાખવાની સૂચના આપી હતી. ચુકવણી થાય ત્યાં સુધી આર.સી.નું નવીનીકરણ, ડુપ્લિકેટ આર.સી. જારી કરવી અને વાહનની માલિકી ટ્રાન્સફર પર રોક લગાવી શકાય છે. ફિટનેસ અને પ્રદૂષણ સર્ટિફિકેટ પણ આપવામાં ન આવે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુને રોકવા અથવા વર્તમાન લાઇસન્સ સસ્પેન્ડ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવે. તેથી જો હવે આપ બાકી ઈ-મેમોને નજરઅંદાજ કરી દેશો તો તેનું ભારે નુકસાન વેઠવુ પડશે.

45 હજાર કરોડના ઈ-મેમોમાંથી 25 હજાર કરોડ વસૂલાયા

કોર્ટને જણાવવામાં આવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ₹45 હજાર કરોડના ઈ-ચલણ થયા છે, જેમાંથી ₹25 હજાર કરોડ વસૂલવામાં આવ્યા છે, જ્યારે ₹20 હજાર કરોડના ચલણ બાકી છે. આ મામલો 2012થી ચાલી રહેલી એસ. રાજશેખરન માર્ગ સુરક્ષા જનહિત અરજીમાં ઈ-ચલણ વ્યવસ્થા અને વસૂલાત સાથે સંબંધિત છે.

Join WhatsApp

Join Now

Leave a Comment