Jackie Chan Death Hoax : દુનિયાભરમાં એક્શન્સથી પ્રખ્યાત કલાકાર જેકી ચેનના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા હતા. જેકી ચેનના નિધનની અફવાના કારણે દુનિયાભરમાં તેમના ફેન્સ અચંબિત થઈ ગયા હતા. કોઈ એક્ટરની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી, જે પછી લોકોએ શ્રદ્ધાંજલિ પોસ્ટ કરીને જેકી ચેનના નિધનની અફવા ફેલાવાનું શરૂ કરી દીધુ હતુ. થોડા સમય પહેલા જેકી ચેનના સ્વાસ્થ્યને લઈને પણ અફવા આવી હતી, જેનું તેમણે પોતે ખંડન કર્યુ હતુ અને હવે ફરી એક વખત જેકી ચેનના નિધન સાથે જોડાયેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
શું છે સોશિયલ મીડિયા પોસ્ટ ?
વાયરલ થઈ રહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં જેકી ચેનની તસવીર અને 1954-2026 લખ્યુ છે જેના કારણે સોશિયલ મીડિયા પર મિક્સ્ડ રિવ્યુ મળી રહ્યા છે. કેટલાક લોકો પોસ્ટ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો કેટલાક લોકો તેને અફવા ગણીને અવગણી રહ્યા છે. આ પોસ્ટ અત્યાર સુધી 8 મિલિયન લોકોએ જોઈ છે. એક્ટરના સ્વાસ્થ્ય કે નિધન પર કોઈ સ્ષ્ટીકરણ કરવામાં આવ્યુ નથી.
જેકી ચેને તાજેતરમાં પબ્લિક અપીયરન્સ આપ્યો હતો
સામાન્ય રીતે જેકી ચેન લાઈમલાઈટ્સથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમનું સાચુ નામ ફાન્ગ શિલોંગ છે, 7 જૂલાઈ 2026ના રોજ સિંગાપોરની પેઈ ચુન પબ્લિક સ્કુલમાં જ જોવા મળ્યા હતા જેકી ચેન. અહીં સ્કુલના 900 બાળકોને જેકીએ સંબોધન કર્યુ હતુ.
માર્શલ આર્ટ્સથી જાણીતા છે જેકી ચેન
જેકી ચેન દુનિયાભરમાં મશહૂર એક્ટર છે અને માર્શલ આર્ટ્સના કારણે અત્યંત પ્રખ્યાત પણ છે. જેનો ઉપયોગ તેમણે ઘણી ફિલ્મોમાં કર્યો છે. ભારત અને એશિયા સહિત સમગ્ર વિશ્વમાં તેમના ચાહકો છે અને 3 હજાર કરોડથી વધુની સંપત્તિના માલિક છે જેકી ચેન.









