રામ મંદિર દાનચોરી કેસ: ચાર્જશીટમાં કરોડોની દાનચોરીનો ખુલાસો

Ram Mandir Donation Scam; અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં દાનચોરી કેસમાં ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. આરોપી અનુકલ્પ મિશ્રાએ એકલે હાથે જ કરોડોની દાનચોરી કર્યાનો ખુલાસો ચાર્જશીટમાં થયો છે. રામ મંદિર દાનચોરી કેસની તપાસ SIT ને સોંપ્યા બાદ દાનચોરી અંગે એક બાદ એક મહત્વના ખુલાસા થઈ રહ્યા છે.

અનુકલ્પ મિશ્રા પહેલા કાર્યકર અને બાદમાં SBI એજન્સીના એજન્ટ તરીકે હાથ ફેરો કર્યો

આરોપી અનુકલ્પ મિશ્રા અગાઉ વર્ષ 2024માં રામ મંદિરમાં કાર્યકર તરીકે સેવા આપતો હતો અને ગણતરીના કામમાં જોડાયેલો હતો, બાદમાં SBI એજન્સી અને રામ મંદિર વચ્ચે ગણતરી ખંડની વ્યવસ્થા અને ગણતરીની રકમને બેન્કમાં જમા કરાવ્યા બાદ બેન્ક દ્વારા નિમાયેલી એજન્સી સૈનિક સિક્યોરિટીના એજન્ટ તરીકે પણ કાર્યરત હતો. આ સમયગાળા દરમિયાન અનુકલ્પ મિશ્રાએ કુલ કેટલી રકમ પર હાથ સાફ કર્યો હશે તેનો તો માત્ર અંદાજ જ લગાવી શકાય તેમ છે. રામ મંદિરમાં કુલ કેટલી ચોરી થઈ છે તે અંગેની વિગતો માટે અત્યાર સુધી કોઈ જ સ્પષ્ટ આંકડો સામે આવ્યો નથી. ના તો પોલીસે ચોરીની રકમ અંગે ખુલાસો કર્યો છે, કે ના તો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ આંકડો બહાર પાડવામાં આવ્યો છે કે SIT પણ કુલ કેટલી રકમની ચોરી થઈ છે તેની ચોકસાઈ અંગે કોઈ ભાળ મેળવી શકી નથી.

અનુકલ્પ મિશ્રાએ એકલે હાથે કરોડોની દાનચોરી કરી હોવાની આશંકા

SIT ની રચના અને કડક તપાસ બાદ અનુકલ્પ મિશ્રાની સંપત્તિઓ અને રોકડ વ્યવહારો વિશે થોડી ઘણી વિગતો મળી શકી હતી. જેમાં અનુકલ્પ મિશ્રાએ 55 લાખનું ઘર પિતાના નામે ખરીદ્યુ હતુ. જેની 29 લાખની રકમ બેન્ક દ્વારા આપવામાં આવી હતી અને અન્ય રકમનો વ્યવહાર રોકડમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તપાસ ટીમ પાસે જે વિગત આવી છે તેમાંથી કેટલી રકમ ખર્ચાઈ તે અંગે તો યોગ્ય કોઈ વિગત મળી જ શકી નથી.

મંદિરમાં કાર્યરત થયા પછી રહેણી-કરણીમાં પણ આવ્યો હતો બદલાવ

અનુકલ્પ મિશ્રા રામ મંદિરમાં કાર્યકર તરીકે સેવા આપતો શરૂ થયા બાદ આસપાસના લોકોના કહેવા પ્રમાણે તેની રહેણીકરણીમાં પણ ઘણો જ બદલાવ આવ્યો હતો. ગામમાં રોફ જમાવવા માટે તે યુવાનોમાં ખૂબ પૈસા ઉડાવતો હતો ઉપરાંત ગામમાં રામકથાનું પણ આયોજન કર્યુ હતુ.

Join WhatsApp

Join Now

Leave a Comment