ફોર્મ-6ને લઈ ચૂંટણીપંચનો મોટો નિર્ણય, SIR ઘોષણાપત્ર હટાવાયુ

Election Commission Form-6 update: SIR ને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે SIR ને લઈ મોટી ખબર સામે આવી રહી છે. ચૂંટણીપંચે વધતા વિવાદને જોતા તાબડતોબ SIR હટાવવાનો નિર્ણય લઈ લીધો છે. જે રાજ્યોમાં SIR ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં નવા મતદારોએ હવેથી અલગથી જાણકારી આપવાની જરૂર નથી. ચૂંટણી પંચે ECINET પૉર્ટલ પરથી ફોર્મ 6માંથી વધારાનું SIR ઘોષણા પત્ર હટાવ્યું છે. ચૂંટણીપંચની આ કાર્યવાહીથી નવા વોટર આઈડી બનાવવા કે વોટર લિસ્ટમાં નામ જોડવાની અરજી પ્રક્રિયા સરળ બનશે.

જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ, ત્યાં SIR ઘોષણાપત્ર હટાવ્યુ

ભારતીય ચૂંટણીપંચે ભારે વિવાદ વચ્ચે જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તે રાજ્યોમાં નવા મતદારો માટે ફોર્મ-6નું વધારાનું ઘોષણાપત્ર હટાવી દીધુ છે, ચૂંટણી કમિશનરો તરફથી વારંવાર ઉઠી રહેલી ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી આવા રાજ્યોમાં નવૈ વોટર આઈડી કાર્ડ બનાવવા માટે કે વોટર લિસ્ટમાં નામ સામેલ કરવા માટે માતા-પિતા સંબંધિત દસ્તાવેજો આપવાની જરૂર નહી રહે.

ત્રણમાંથી બે ચૂંટણી કમિશનરોએ કર્યો હતો વિરોધ

SIR કામગીરીને લઈને ત્રણે ચૂંટણી કમિશનરો એક મતે નહોતા અને બે ચૂંટણી કમિશનરો વારંવાર આ મુદ્દે વિરોધ નોધાવી રહ્યા હતા. ચૂંટણી કમિશનર વિવેક જોષીએ કહ્યુ હતુ કે રજિસ્ટ્રેશન ઑફ ઈલેક્ટર્સ રુલ્સ 1960 અંતર્ગત ફોર્મ-6 માં બદલાવ કરી શકાય નહી. અન્ય ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ પણ આ મુદ્દે સહમત હતા. 26 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણી કમિશનરોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ચૂંટણી કમિશનરોએ બદલાવને ગેરકાયદે ગણાવ્યો

ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીએ છેલ્લા 10 માસમાં 14 વખત ફરિયાદ નોંધાવી હતી. ફોર્મ 6 માં ECINET મુદ્દો પણ સામેલ હતો. 26 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠક બાદ પ્રેસ રીલિઝ જાહેર કરીને આ નિર્ણય અંગે જાણકારી આપવામાં આવી હતી. ECINET પર ઓનલાઈન ફોર્મ-6 માં SIR સાથે જોડાયેલા ડિક્લેરેશન ફોર્મ પર પણ સુખબીર સિંહ સંધુએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ પ્રકારની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવીને તેને હટાવવાની માંગ કરી હતી.

SIR અને ફોર્મ-6 કનેક્શન

જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ વખત મતદાતા બને છે ત્યારે તેનું નામ વોટર લિસ્ટમાં જોડવા માટે ફોર્મ 6 ભરવું પડે છે, જે એક નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા છે. બીજી બાજુ, SIR દરમિયાન વોટર લિસ્ટની ચકાસણી માટે ફોર્મ 6 સાથે વધારાનું ઘોષણા પત્ર જોડવામાં આવ્યું હતું. આ ઘોષણામાં નવા અરજદારે જૂના વોટર રેકોર્ડ અંગે માહિતી આપવાની રહેતી હતી, જેમ કે પોતાનું કે માતા-પિતા કે દાદા-દાદીનું નામ અગાઉની વોટર લિસ્ટમાં હતું કે નહીં.

Join WhatsApp

Join Now

Leave a Comment