દુબઈથી ઈઝરાયેલ જતી ફ્લાય દુબઈની ફ્લાઈટમાં પાયલટ બાખડ્યા

Dubai to Israel Flight News: દુબઈથી ઈઝરાયેલના તેલ અવિવ જતી ફ્લાઈટને લઈ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ફ્લાયદુબઈની ફ્લાઈટની હાઈજેકિંગની આશંકાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે તેનું સાચુ કારણ એવુ જાણવા મળ્યુ છે કે ફ્લાઈટના બંને પાયલટ વચ્ચે તુ તુ-મે મે થઈ હતી. કોકપિટમાં બંને વચ્ચે ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે હાથાપાઈ અને મારામારી પર ઉતરી આવ્યા હતા બંને પાયલટ. 180 મુસાફરો સાથેનું આ પ્લેન સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. શરૂઆતમાં હાઈજેકિંગના સિગ્નલ્સ મળ્યા બાદ ઈઝરાયેલ તાત્કાલિક એક્શનમાં આવી જઈ અને ફાઈટર જેટ્સ પણ ઉતારી દીધા હતા અને કટોકટી પણ જાહેર કરી દીધી હતી.

ફ્લાઈટમાં એક પાયલટ પ્લેનને ક્રેશ કરવા ઈચ્છતો હતો

ફ્લાયદુબઈની આ ફ્લાઈટમાં એક પાયલટ પ્લેનને ક્રેશ કરવા માટે ઈચ્છતો હતો, જેને બીજા પાયલટે રોકતા બંને વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. બંને વચ્ચે બબાલ ચાલી રહી હતી ત્યારે જ હાઈજેકિંગનુ સિગ્નલ મોકલવામાં આવ્યુ હતુ. બંને વચ્ચે એટલી હદે બબાલ થઈ કે ક્રુ મેમ્બર્સે આવીને પાયલટને છૂટા પાડવા પડ્યા હતા. ફ્લાયદુબઈમાં 24 બાળકો સહિત 174 લોકો સવાર હતા, જેમાંથી 100 ઈઝરાયેલની નાગરિકતા ધરાવતા હતા.

દુબઈથી તેલ-અવીવ, વિમાનમાં હકીકતમાં શું થયુ ?

ઈઝરાયલી મીડિયા તરફથી આવતા રિપોર્ટ્સ પ્રમાણે, બંને પાયલટ વચ્ચે વિવાદ થયો જેના સિગ્નલ્સ મોકલવામાં આવ્યા, બાદમાં વિમાનના ક્રુ મેમ્બર્સે મુશ્કેલીનું સિગ્નલ મોકલ્યુ. ત્યારબાદ પ્લેનને મેન્યુઅલ કંટ્રોલ પર લેવામાં આવ્યુ અને બાદમાં પ્લેનને સાઉદી તરફ લઈ જવામાં આવ્યુ. કેટલાક સમય બાદ પ્લેન સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો. બેન ગુરિયન એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી નહોતી મળી, પાયલટએ ATC ના સંદેશાઓનો કોઈ જવાબ ન આપ્યો, ત્યારબાદ પ્લેનના હાઈજેક થવા અંગે ખબરો આવી હતી એ પછી સાઉદીમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ સફળતા પૂર્વક કરવામાં આવ્યુ હતુ. ઘટના ફ્લાયદુબઈ FZ1073 માં બની હતી. એક પાયલટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવા માટે અન્ય પાયલટ પર છરીથી હુમલો પણ કર્યો હતો.

હાઈજેકિંગના સિગ્નલ મળ્યા બાદ ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા હતા

પ્લેનના હાઈજેકિંગના સિગ્નલ્સ મળ્યા બાદ ઈઝરાયલનું સમગ્ર સુરક્ષા તંત્ર એક્શનમાં આવી ગયું હતું. વાયુસેનાએ તરત જ પોતાના ફાઈટર જેટ્સ આકાશમાં તૈનાત કર્યા હતા. ઈઝરાયલની એરસ્પેસ થોડા સમય માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી, જે બાદમાં ફરી ખોલવામાં આવી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત પરત લાવવા તમામ પગલાં લેવાઈ રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment