શું હવે 18 વર્ષથી ઓછી વયના સગીરો માટે સોશિયલ મીડિયા પર લાગશે પ્રતિબંધ ?

Social Media Ban For Minors in India : સોશિયલ મીડિયા એ એવુ દૂષણ છે જે એક વાર લાગી જાય તો તેની લત આસાનીથી છૂટતી નથી અને આ લતની આડમાં જ કેટલાક અનિચ્છનિય ખેલ પણ થાય છે અને હત્યા-આત્મહત્યા સુધી પણ વાત પહોંચી જાય છે. પશ્ચિમના કેટલાક દેશોએ સગીરોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, ત્યારે ભારત પણ એ જ દિશમાં પગલુ ભરી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. દેશની સર્વોચ્ચ અદાલતે એક અવલોકન દરમિયાન ટિપ્પણી કરી છે કે 18 વર્ષથી ઓછી વયના સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા કેન્દ્રને વિચારણા કરવા જણાવ્યુ છે.

NGO ની અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ આવી શકે છે. NGO ની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને વિચારણા કરવા જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સગીરો સોશિયલ મીડિયાથી દૂર રહે તે માટે એક કાયદાકીય માળખુ બનાવવુ જોઈએ. તો કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટની આ ભલામણનું સમર્થન કર્યુ છે.

કેન્દ્ર સરકારે આ પ્રકારના પ્રતિબંધો અમલમાં મુકવા સંમતિ દર્શાવી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોગમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે સુનાવણી કરી હતી. જજની બેન્ચે કેન્દ્ર સરકારને ટકોર કરી હતી કે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા અંગે ગંભીરતાથી વિચારવુ જોઈએ. આ દિશામાં શક્ય હોય તો નિયમો પણ બનાવવા જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અંગે સંમતિ પણ દર્શાવી હતી.

સોશિયલ મીડિયા અકાઉન્ટ ફરજિયાત કરવા માતા-પિતાની સંમતિ જરૂરી

NGO દ્વારા કરેલી અરજીમાં માંગ કરી હતી કે સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા પર માતા-પિતાની ફરજિયાત સંમતિ કરી દેવી જોઈએ. અકાઉન્ટ બનાવનારની ઓળખ માટે KYC ને ફરજિયાત કરી દેવુ જોઈએ. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ 13 વર્ષથી વધુની ઉંમરના બાળકોને અકાઉન્ટ બનાવવાની છૂટ આપે છે.

બાળકો અને સગીરો માટે સોશિયલ મીડિયાની વિપરિત અસરો

સોશિયલ મીડિયાની બાળકો અને સગીરો પર વિપરીત અસરો પડે છે. ઓનલાઈન ગેમિંગ, સેક્સ્ટોર્શન, સાયબર બુલિંગ અને પ્રાઈવેટ ડેટાનો ખતરનાક કારનામાઓને અંજામ આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે પ્રતિબંધ લગાવવાનો અર્થ બાળકોને ઈન્ટરનેટથી સંપૂર્ણ દૂર રાખવાનો નથી, પરંતુ બાળકો સોશિયલ મીડિયાના દૂષણોથી દૂર રહે તે માટે પગલાં લેવાનો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment