શું હવે ફટાકડા ફોડવા પર નહી લાગે પ્રતિબંધ ?

Supreme Court firecracker rules India: સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા અંગેની અરજી પર સુનાવણી કરતાં કહ્યુ છે કે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યુ છે કે તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે. સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યુ છે કે સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો શક્ય નથી અને 24 કલાક સુધી આતશબાજીની મંજૂરી પણ આપી શકાય નહી.

સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા અંગેની અરજી પર સુનાવણી કરતા સમયે કહ્યુ હતુ કે તહેવાર મનાવવા માટે ફટાકડા ફોડવા માટે સમય નક્કી કરવો પડશે, જેના કારણે લોકો તહેવાર મનાવી શકે અને ફટાકડા ફોડવાથી થતી મુશ્કેલીઓને પણ રોકી શકાય. જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને પી.બી.વરાળેની સંયુક્ત બેન્ચે સુનાવણી કરી હતી. બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે ધાર્મિક ભાવનાઓ, આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત ચિંતાઓ વચ્ચે સંતુલન જાળવવુ જરૂરી છે.

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ ગ્રીન ફાયર ક્રેકર્સનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે નેક્સ્ટ જનરેશન જોઈન્ટ ગ્રીન ક્રેકર્સને કેટલીક શરતો સાથે છૂટ આપવામાં આવે. આ ફટાકડા નવી જ પ્રકારની ફોર્મૂલાથી બનાવવામાં આવ્યા છે અને તેમાં બેરિયમનું પ્રમાણ સામાન્ય ફટાકડા કરતા ઓછુ રાખવામાં આવ્યુ છે. અને એ પણ ખાસ જણાવ્યુ છે કે આવા ફટાકડાને ત્યારે જ મંજૂરી આપી શકાય જ્યારે લાયસન્સ ધારક જ ઉત્પાદન કરે. દિવાળીના દિવસો બાદ ફટાકડાના કારણે પ્રદૂષણના સ્તરમાં અચાનક વધારો જોવા મળે છે જેના કારણે ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડાને મંજૂરી આપી હતી.

બેન્ચે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ફટાકડામાં બેરિયમની તપાસ અને ડેસિબલ સ્તર નક્કી કરવા અંગે તેમજ ફાયર ટેસ્ટ કરવા માટે સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ સમગ્ર મુદ્દાની વધુ સુનાવણી 15 ઓક્ટોબરે હાથ ધરશે.

Join WhatsApp

Join Now

Leave a Comment