ફ્લાયદુબઈની ફ્લાઈટમાં શુ થયુ હતુ ? પ્રાથમિક રિપોર્ટ આવ્યો સામે

બે દિવસ અગાઉ ફ્લાય દુબઈની FZ1073 ફ્લાઈટમાં એક ખતરનાક ઘટના બની હતી. જેમાં પાયલટ અને કો-પાયલટ બાખડ્યા હતા. જેમાં કો-પાયલટ પર કેપ્ટન સાથે મારા-મારી કરવાનો આરોપ છે. જે ઘટના બાદ વિમાનનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ.

પાયલટની પ્રાથમિક સારવાર બાદ ઘટના અંગે પૂછપરછ

દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાઈટ FZ1073 માં કોકપિટમાં પાયલટ વચ્ચેની બબાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કો-પાયલટે કરેલા જીવલેણ હુમલામાં ફ્લાઈટ કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને વચ્ચેની બબાલ એ હદે વધી ગઈ હતી અને કેપ્ટનની હાલત એટલી ગંભીર હતી કે ફ્લાઈટને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. ફ્લાઈટના લેન્ડિંગ બાદ ગંભીર હાલતમાં કેપ્ટનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હુમલાખોર પાયલટને સાઉદી અરેબિયાની સુરક્ષા એજન્સીએ પકડી લીધો હતો. બંને પાયલટની પ્રાથમિક સારવાર બાદ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

કોકપિટમાં કો-પાયલટે આવેશમાં આવી કર્યો જીવલેણ હુમલો

પ્રાથમિક તપાસ દરમિયાન મહત્વની વિગત સામે આવી છે. કથિત રીતે ઓમાનના કો-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છર પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. કોકપિટમાં બંને પાયલટ વચ્ચે થયેલા ખૂની ખેલના કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહેતા કેટલાક યાત્રીઓ તેમની મદદે આવ્યા હતા. સાઉદી અરેબિયા સરકારે સત્તાવાર રીતે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સાઉદી સાથે UAE ની ટીમો પણ તપાસમાં સામેલ થઈ છે.

મુસાફરો અને ક્રુ મેમ્બર્સની મદદથી ઈમરજન્સી લેન્ડિંગ

ફ્લાઈદુબઈમાં ઘટનાના દિવસે કોકપિટમાં વિવાદ થયો હતો, ક્રુ મેમ્બર્સ અને યાત્રીઓએ હુમલાખોર પાયલટને પકડીને અલગ કર્યો હતો અને પ્લેનને સુરક્ષિત રીતે સંભાળીને સાઉદી તરફ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ હતુ. વિમાનમાં 174 મુસાફરો અને 8 ક્રુ મેમ્બર્સ સામેલ હતા. બંને પાયલટને સારવાર બાદ તપાસ એજન્સીઓ સાથે અબુ ધાબી લઈ જવામાં આવ્યા.

આતંકી ગતિવિધિ અંગે તપાસ ચાલુ

UAE ના એટર્ની જનરલ અહમદ સૈફ અલી શમ્સીએ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઈન્ટરનેશનલ મુદ્દાએ સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધુ છે. બંને પાયલટ વચ્ચે ઝઘડાનું કારણે જાણવાની તપાસ શરૂ કરાઈ છે. આતંકી ગતિવિધિઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. હુમલાખોર પાયલટના આતંકી કનેક્શન અંગે તપાસ એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની સમગ્ર વિશ્વમાં પ્રશંસા

તો બીજી તરફ ભારતીય કેપ્ટન જે ગંભીર રીતે ઘાયલ થયા છે, તે સ્મિત મચ્છરની ચારેકોર સરાહના થઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પથી લઈ પુતિન અન ઈઝરાયેલના બેન્જામિન નેતન્યાહુ પણ સ્મિત મચ્છરની તારીફ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે તો સ્મિત મચ્છરને ત્યાં સુધી વચન આપ્યુ છે કે જરૂર જણાય તો મોટા પગલાં લેતા પણ અચકાઈશું નહી, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી હતી. કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્યને લઈને શુભેચ્છા પાઠવી અને સમગ્ર દેશ અને આખુ વિશ્વ તેમના માટે પ્રાર્થના કરી રહ્યુ છે. ગંભીર હોવા છતાં પણ કેપ્ટન સ્મિત મચ્છરે દેખાડેલી બહાદૂરીના કારણે સમગ્ર વિશ્વ તેમને શાબાશી આપી રહ્યુ છે.

કોકપિટમાં સુરક્ષાને લઈને સવાલો

આ ઘટનાએ એક ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોર્યુ છે. 9/11 ની ઘટના બાદ કોકપિટના દરવાજાને એટલો મજબૂત અને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે કે આતંકવાદી અંદર ન ઘુસી શકે, પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે કોકપિટની અંદર જ જો પાયલટના રૂપમાં આતંકવાદી જેવો ખતરો ઉભો થાય તો હવામાં રહેલા મુસાફરોનું શું થશે ? એરપોર્ટ પર ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલા પાયલટની પણ તપાસ કરવામાં આવે છે. પાયલટના સ્વાસ્થ્ય અંગે તપાસ કરવામાં આવે છે. અને જરૂર પડ્યે મનોવૈજ્ઞાનિક સ્થિતિ, મેડિકલ રેકોર્ડ્સ, વ્યવહાર, નશીલા પદાર્થોના સેવન અંગે તપાસ, રોજગાર અને કેટલીક પર્સનલ બાબતોની પણ તપાસ કરવામાં આવે છે, પરંતુ તે જે-તે સમયે હાલની સ્થિતિ દર્શાવે છે, પાયલટ ભવિષ્યમાં કેવો વ્યવહાર કરશે તે અંગે તો પાયલટ જ જાણતો હોય છે. જો કોકપિટમાં ઈમરજન્સી હોય તો ક્રુ સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે. ઈમરજન્સી કોકપિટ એન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જો પાયલટ હિંસક અને માનસિક સ્થિતિનો શિકાર થઈ ગયો હોય તો તે તેવુ કરતા રોકી શકે છે. જ્યારે ATC સફળતા પૂર્વક લેન્ડિંગ માટે મહત્વનું છે. હવામાં રહેલા વિમાન પર ATC નું કોઈ નિયંત્રણ હોતુ નથી.

Join WhatsApp

Join Now

Leave a Comment