શું મિડલ ઈસ્ટમાં અમેરિકા કંઈક મોટો ધડાકો કરશે ?

US Middle East military buildup: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવની સ્થિતિએ અમેરિકાએ એક નવી હલચલ ઉભી કરી છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યુ છે. પેન્ટાગોને વધુ એક એરક્રાફ્ટ કેરિયર USS થિયોડોર રૂઝવેલ્ટને યુદ્ધજહાજોના જૂથ સાથે આ ક્ષેત્ર તરફ મોકલ્યુ છે. 27 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયેલુ આ જહાજ 9 હજારથી વધુ સૈનિકો પોતાની સાથે લઈને નીકળ્યુ છે અને નવેમ્બર સુધીમાં પહોંચે તેવી શક્યતા છે. હાલમાં 2 એરક્રાફ્ટ કેરિયર તો તૈનાત છે જ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં કંઈક મોટું કરવાની ફિરાકમાં હોઈ ફરી પાછી વૈશ્વિક બજારોમાં હલચલ તેજ થઈ ગઈ છે. ટ્રમ્પે 9 હજાર સૈનિકો સાથે એરક્રાફ્ટ કેરિયર રવાના કરતા આ અટકળોને સમર્થન મળ્યુ છે. વળી, ટ્રમ્પ ઈરાનને નવેમ્બરમાં યોજાનાર મિડ ટર્મ બાદ મોટા હુમલાની ધમકી તો અગાઉથી જ આપી ચૂક્યા છે. USS થિયોડોર રૂઝવેલ્ટ 27 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયું હતુ તેની સાથે યુદ્ધજહાજોનું સમગ્ર જૂથ અને હજારો અમેરિકન સૈનિકો પણ પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહ્યા છે.

USS થિયોડોર રૂઝવેલ્ટ સાથે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ-9 પણ તૈનાત કરવામાં આવ્યું છે. તેમાં એરક્રાફ્ટ કેરિયર ઉપરાંત ફાઇટર પ્લૅન અને સુરક્ષા પૂરી પાડનારા અન્ય યુદ્ધજહાજો સામેલ છે. અમેરિકન નૌકાદળ સાથે સંકળાયેલા અહેવાલો મુજબ આ તૈનાતી લાંબા સમય સુધી ચાલી શકે છે અને જહાજને પશ્ચિમ એશિયા પહોંચવામાં નવેમ્બર સુધીનો સમય લાગી શકે છે. આ ઉપરાંત USS મેકિન આઇલેન્ડ એમ્ફિબિયસ રેડી ગ્રુપ પણ આ ક્ષેત્ર તરફ મોકલવામાં આવી રહ્યું છે. તેમાં 2,000થી વધુ મરીન સૈનિકો હશે. સમગ્ર તૈનાતીમાં 7,000થી વધુ નૌસૈનિકો અને આશરે 2,000 મરીન સૈનિકો સામેલ થઈ શકે છે. એટલે કે અમેરિકા પશ્ચિમ એશિયામાં આશરે 9,000થી વધુ વધારાના સૈનિકો મોકલી રહ્યું છે. હાલ પશ્ચિમ એશિયામાં USS જ્યોર્જ H.W. બુશ અને USS જ્યોર્જ વોશિંગ્ટન હાજર છે. USS થિયોડોર રૂઝવેલ્ટ પહોંચ્યા બાદ થોડા સમય માટે આ વિસ્તારમાં અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર હાજર થઇ શકે છે.

ઓક્ટોબરના અંત સુધીમાં મધ્ય પૂર્વમાં ત્રણ અમેરિકન એરક્રાફ્ટ કેરિયર તૈનાત થઈ શકે છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર નવા હુમલાની ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે 3 નવેમ્બરે યોજાનારી મધ્યાવધિ ચૂંટણી બાદ ઈરાન પર હુમલો કરવાની વાત કરી હતી. આ પહેલાં તેમણે ઈરાનની યુદ્ધવિરામ યોજનાને પણ ઠુકરાવી દીધી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment