અભિનેત્રી નુસરત ભરૂચાનો ઈન્ડોનેશિયામાં એક્સિડન્ટ

એક સપ્તાહ અગાઉ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનની તસવીરો મુકનારી નુસરત ભરૂચાને બાલીમાં અકસ્માત થવાને પગલે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. બાલીમાં પ્રોફેશનલ અસાઇનમેન્ટ માટે ગયેલી અભિનેત્રી નુસરત ભરૂચાને અકસ્માત નડ્યો છે. અગાઉ પણ 2023માં તેને ‘અકેલી’ અને ‘છોરી 2’ના શૂટિંગ દરમિયાન ઇજાઓ થઈ હતી. હાલ, બાલીમાં તેનું રોકાણ લંબાઈ ગયું છે.

અકસ્માતમાં કરોડરજ્જુમાં ફ્રેકચર

એક્ટ્રેસ નુસરત ભરુચાને ઇન્ડોનેશિયાના બાલીમાં થયેલા અકસ્માત બાદ કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. નુસરતની ટીમની પબ્લિસિસ્ટ સંચિતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરો વધુ તપાસ કર્યા બાદ તેની કરોડરજ્જુની સર્જરી કરશે. તેને સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા બાલીથી મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. મુંબઈ પહોંચ્યા બાદ તેની સર્જરી કરવામાં આવશે. ઈજા અને સર્જરીને કારણે નુસરતને આરામ કરવા અને સાજા થવામાં સમય લાગશે. તેની અસર આગામી અઠવાડિયાઓમાં તેની કામ સંબંધિત જવાબદારીઓ પર પણ પડી શકે છે. ટીમે સૌને તેની ગોપનીયતાનો આદર કરવા અને તેને સારવાર પર ધ્યાન આપવા દેવાની અપીલ કરી છે.

અગાઉ પર નુસરત ઈજાઓનો શિકાર થતી આવી છે

વર્ષ 2021 માં લવ રંજનની ફિલ્મના શૂટિંગ દરમિયાન થાકના કારણે તે બેભાન થઈ ગઈ હતી. ત્યારે ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. જાન્યુઆરી અને એપ્રિલ 2023માં પણ ઈજા પહોંચી હતી, ત્યારે મોઢા પર ટાંકા લેવાની પણ ફરજ પડી હતી.

નુસરત ભરુચા ગયા વર્ષે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી. તેણે મહાકાલનાં દર્શન કર્યા અને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. નુસરતે મંદિરની પોતાની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું, ‘જય શ્રી મહાકાલ.’ આ પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ તેના મંદિર જવા અને હિંદુ રીતરિવાજોનું પાલન કરવા પર કડક વાંધો વ્યક્ત કર્યો હતો.

નુસરતનો પરિવાર તેના બાળપણથી જ તમામ ધર્મોનું સન્માન કરતો આવ્યો છે. નુસરત મુજબ, તે મંદિરો ઉપરાંત ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જતી રહે છે. તેણે વૈષ્ણો દેવી અને કેદારનાથનાં દર્શન પણ કર્યા છે. સાથે જ તે નમાજ પણ પઢે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment