ફ્લાયદુબઈનો કો-પાયલટ ઓમાનમાં બેન હતો

Flydubai Pilot Controversy: દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં કોકપિટમાં પાયલટ વચ્ચેના ઘર્ષણે સમગ્ર વિશ્વને ચકિત કરી દીધુ છે અને સમગ્ર વિશ્વ અત્યારે પાયલટની માનસિક સ્થિતિ અને તેની મનશા શુ હતી તે જાણવા માટે વિવિધ સાઈટ્સ સર્ચ કરી રહ્યુ છે. કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કરીને ગંભીર ઘાયલ કરીને કો-પાયલટનો શું ઈરાદો હતો તે અંગે વિશ્વની ઈન્ટેલિજન્સ એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. સમગ્ર ઘટના બાદ ફ્લાઈટને સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. એ સમયે ફ્લાઈટમાં 170 મુસાફરો સવાર હતા.

તપાસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, કટ્ટરપંથી હતો પાયલટ

દુબઈથી તેલ અવીવની ફ્લાઈટમાં કેપ્ટનને છરી મારી પ્લેન ક્રેશ કરનાર કો-પાયલટની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કો-પાયલટને લઈ રોજબરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ફ્લાયદુબઈની આ ફ્લાઈટના કો-પાયલટનું નામ હમામ અલ-હમાલી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાના ત્રણ દિવસ બાદ હુમલાખોર કો-પાયલટની ઓળખ અંગે ખુલાસો થયો છે. હમાલ અલ-હમાલી કટ્ટરપંથી માનસિકતા ધરાવતો હતો અને આ માનસિકતાના કારણે જ મળતી માહિતી પ્રમાણે કો-પાયલટ પર ઓમાનમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ફ્લાયદુબઈએ શા માટે આવી માનસિકતા ધરાવતા પાયલટને સંવેદનશીલ ગણાતા રૂટ પર ફ્લાય કરવાની પરવાનગી આપી તે અંગે પણ રહસ્ય હવે ઘેરાયુ છે. ઓમાન દ્વારા કટ્ટરપંથી વિચારસરણી ધરાવતા પાયલટની આ પ્રકારની સંવેદનશીલ માહિતી અન્ય દેશોને જણાવી હતી કે કેમ તે અંગે પણ અસમંજસની સ્થિતિ છે.

ઈઝરાયલ પણ પૂછપરછ કરશે

કિલર કો-પાયલટને બુધવારની ભયભીત કરી નાખનારી ઘટના બાદ સાઉદી અરેબિયાએ ધરપકડ કરી લીધેલ છે અને બાદમાં તેને વધુ તપાસ માટે UAE ને સોંપવામાં આવ્યો છે. ઈઝરાયલની તપાસ એજન્સીઓ પણ હમાલ અલ-હમાલીની આકરી પૂછપરછ કરશે. ઈઝરાયલની કઈ સુરક્ષા એજન્સી તપાસ કરશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. તપાસમાં હવામાં ઉડાન દરમિયાન હકીકતમાં શું થયુ હતુ તે અંગેની તમામ માહિતી કઢાવવાનો પ્રયાસ થશે. કો-પાયલટ હમાલ અલ-હમાલીના બ્રેક ગ્રાઉન્ડ, પરિવાર, વ્યવહારો, વર્તન-સ્વાસ્થ્ય અંગે પણ તપાસ કરવામાં આવશે. આતંકવાદી ગતિવિધિ હતી કે કેમ તે અંગે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

હવામાં અકસ્માત દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરે મુસાફરોનો જીવ બચાવ્યો હવામાં મિડ-એર ડ્રામા સર્જાયો ત્યારે ફ્લાયદુબઈના જાંબાઝ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ક્રૂ મેમ્બર્સે અસાધારણ હિંમત દર્શાવી હતી. કો-પાઈલટે કોકપિટમાં કેપ્ટન પર ચપ્પુથી હુમલો કરી વિમાનને નીચે જમીન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment