મીઠી નદી ડિસિલ્ટિંગ કૌભાંડમાં અભિનેતા ડિનો મોરિયાની ધરપકડ ?

Mithi River desilting scam:  મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા EOW એ શુક્રવારે 6 કલાક સુધી અભિનેતા ડિનો મોરિયાની પૂછપરછ કરી છે. મીઠી નદી સફાઈ કૌભાંડને લઈ અભિનેતા ડિનો મોરિયા પર ગાળિયો કસાયો છે. પૂછપરછ બાદ ડિનો મોરિયાને જવા દેવામાં આવ્યા હતા.

અભિનેતા ડિનો મોરિયા મીઠી નદી સફાઈ કૌભાંડને લઈ ચર્ચામાં આવ્યા છે. સફાઈ કૌભાંડમાં આર્થિક વ્યવહારમાં ગરબડને લઈ ડિનો મોરિયા તરફ શંકાની સોય ફરી છે. બીજી વખત ડિનો મોરિયા મીઠી નદી ડિસ્લિટિંગ કૌભાંડને લઈ મુંબઈ પોલીસ કમિશનર સમક્ષ હાજર થયા છે. શુક્રવારે તેમની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે અભિનેતાની ધરપકડ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ જ્યારે તે રાતે 8 વાગ્યે કમિશનર ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે અફવાને રદિયો મળી ગયો હતો.

ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનો રોક્કો મોરિયાની અગાઉ પણ પૂછપરછ થઈ હતી

મે, 2025માં પણ અભિનેતા ડિનો મોરિયા અને તેનો ભાઈ સેન્ટિનો રોક્કો મોરિયાની મીઠી નદી સફાઈ કૌભાંડમાં પૂછપરછ થઈ હતી. એ સમયે ED એ અભિનેતાના ઘરે પણ તપાસ કરી હતી. મુંબઈ સહિત કોચ્ચિમાં પણ અભિનેતાના 14 ઠેકાણાઓ પર ED એ સર્ચ ઓપરેશન કર્યુ હતુ. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ડીનો દિશા સાલિયાનના મૃત્યુના મામલે પણ તપાસનો સામનો કરી રહ્યા છે.

પોલીસને કેટલાક કૌભાંડીઓ સાથે સંપર્કની આશંકા

અભિનેતા ડિનો મોરિયાની એટલા માટે પૂછપરછ કરવામાં આવી હતી કારણ કે પોલીસને આશંકા હતી કે ડિનો મોરિયાના ફોન રેકોર્ડ્સની તપાસ દરમિયાન કૌભાંડ સાથે જોડાયેલા લોકોની તેમની સાથે વાતચીત થઈ હતી, જેને લઈ અભિનેતાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી કેતન કદમ અને જય જોશીએ મેટપ્રોપ કંપનીના અધિકારીઓ તથા BMCના સ્ટોર્મ વોટર ડ્રેન્સ વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કૌભાંડ કર્યું હતું. અધિકારીએ જણાવ્યુ હતુ કે બંને ભાઈઓનો કેતન કદમની પત્ની પુનિતા કદમ સાથે આર્થિક વ્યવહાર સામે આવ્યો છે. હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે કેતન કદમની પત્ની પુનિતા કદમને આ કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો છે ?. કેતન કદમને 7 મેના રોજ ઝડપી લેવામાં આવ્યો છે. મીઠી નદી ડિસ્લિટિંગ કૌભાંડમાં BMC ને 65 કરોડથી વધુનો ચૂનો ચોપડવામાં 13 લોકો સામેલ છે. આ નાણાકીય ગરબડીમાં ભ્રષ્ટાચારનો પણ આરોપ છે.

શું છે આ પ્રોજેક્ટ ?

મીઠી નદી ડીસિલ્ટિંગ પ્રોજેક્ટની શરૂઆત 2005માં મુંબઈમાં આવેલા પૂર બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય નાગરિક એજન્સીઓએ કરી હતી.આ પ્રોજેક્ટનો હેતુ કાટમાળ દૂર કરીને અને નદીના પટની જાળવણી કરીને પૂર વ્યવસ્થાપનને વધુ સારું બનાવવાનો હતો. બાદમાં થયેલી તપાસમાં ડીસિલ્ટિંગ માટે જણાવવામાં આવેલા કામ અને વાસ્તવમાં કરવામાં આવેલા કામ વચ્ચે તફાવત જોવા મળ્યો, જેના કારણે પ્રોજેક્ટના ભંડોળના ઉપયોગ અંગે શંકા ઊભી થઈ.

Join WhatsApp

Join Now

Leave a Comment