અભિનેતા વિદ્યુત જામવાલે 16 મિનિટ સુધી શ્વાસ રોકીને કર્યુ સ્ટંટ

Vidyut Jammwal Breath Holding Record : બોલીવુડ એક્ટર વિદ્યુત જામવાલ એક્ટિંગ સાથે સાથે સ્ટંટ માટે પણ પ્રખ્યાત છે. એક્શન ફિલ્મ અને માર્શલ આર્ટ્સ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે વિદ્યુત જામવાલ. તાજેતરમાં જ વિદ્યુત જામવાલે અદ્ભુત કરતબ બતાવી લોકોને ચકિત કરી દીધા છે. એક ખાનગી ઈવેન્ટમાં વિદ્યુત જામવાલ 16 મિનિટ સુધી શ્વાસ રોકીને ધ્યાન મુદ્રા ધરી હતી, સ્ટેજ પર ઑડિયન્સ સામે 16 મિનિટ સુધી આ પ્રકારે ધ્યાન મુદ્રા ધરી હતી. જેમાં સતત 16 મિનિટ સુધી આંખનો પલકારો માર્યા વગર તેમણે ધ્યાન મુદ્રા કરી હતી.

સોશિયલ મીડિયા પર વિદ્યુત જામવાલનો એક નવો વીડિયો સામે આવ્યો છે. દર વખતે અવનવા સ્ટંટ અને કરતબ માટે પ્રખ્યાત વિદ્યુત જામવાલ આ વખતે એક ઈવેન્ટમાં લાઈવ દર્શકોની સામે 16 મિનિટ સુધી ધ્યાન મુદ્રા કરી અને એ દરમિયાન શ્વાસ પણ રોકી રાખ્યો હતો તેવો પણ દાવો કર્યો હતો. વિદ્યુત જામવાલે 16 મિનિટ સુધી આંખનો પલકારો માર્યા વગર ધ્યાન મુદ્રા કરી હતી. વિદ્યુત જામવાલે આ વિશે માહિતી આપી હતી કે આ ક્રિયાને પતંજલિ યોગસૂત્ર કહેવામાં આવે છે.

https://www.instagram.com/reel/DeGxdNAuVbk/?utm_source=ig_web_button_share_sheet

વિદ્યુત જામવાલની હૉલીવુડ ફિલ્મ માટે ફર્સ્ટ લુક રીલિઝ કરવા માટે એક ઈવેન્ટનું આયોજન કર્યુ હતુ. જે દરમિયાન તેમણે આ પ્રકારે સ્ટંટ કર્યો હતો. હૉલીવુડની ફિલ્મો મળવા પર વિદ્યુત જામવાલે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે હવે કંઈક ગ્રેટ કરવાની ઈચ્છા છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે પોતે મેડિટેશન કરે છે અને કોલેજના વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપે છે. ઈવેન્ટ દરમિયાન વિદ્યુત જામવાલે આ પ્રકારનો જોખમી જીવલેણ સ્ટંટ કર્યો ત્યારે સૌ કોઈએ તાળીઓ અને સ્ટેન્ડિંગ ઓવેશનથી વધાવી લીધુ હતુ. અગાઉ પણ વિદ્યુત જામવાલ જોખમી સ્ટંટ કરતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment