Nana Patekar Cardiac Arrest : ખ્યાતનામ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયુ છે. અભિનેતાએ ગોવા સ્થિત પોતાના ઘરમાં બેહોશ મળ્યા હતા, જે બાદ તેમને ગોવાના ડોના પાઉલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તપાસ બાદ નાનાને મૃત ઘોષિત કર્યા હતા. દિગ્ગજ કલાકારે ફાની દુનિયાને અલવિદા કહી દેતા સમગ્ર બોલીવુડ શોકાતૂર છે.
ડોના પાઉલાની હોસ્પિટલમાં ખસેડાયા બાદ ડૉક્ટર્સ દ્વારા તેમને 45 મિનિટ સુધી CPR આપવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ડૉ. શેખર સાલકરે જણાવ્યા પ્રમાણે, નાના પાટેકરનું સવારે 5.20 વાગ્યે નિધન થયુ અને મેડિકો-લીગલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાના પાટેકરનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવશે.
નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિન્દી અને મરાઠી સિનેમા જગતમાં તેમના દમદાર અભિનયથી અલગ જ ઓળખ ઊભી કરી હતી. તેમના નિધન બાદ ફેન્સ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ છે. બોલીવુડમાં પ્રખ્યાત અભિનેતા હોવા છતાં પણ નાના પાટેકર લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. પોતાની શરતો અનુસાર ફિલ્મોમાં કામ કરતા હતા અને પોતાની શરતો અનુસારની જ ફી વસૂલતા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકારણમાં સંબંધો હોવા છતાં પણ શાંત જિંદગી જીવવાનું વધારે ઉચિત સમજતા હતા.
નાના પાટેકરનું અસલ નામ વિશ્વનાથ પાટેકર હતું. લગભગ પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા અને તેમને ડાયલોગ ડિલિવરી સ્ટાઈલ તથા અભિનયની ખાસ શૈલીએ દર્શકોના મનમાં અલગ જ સ્થાન મેળવ્યું હતું. નાના પાટેકરની પહેલી ફિલ્મ 1978માં આવેલી ‘ગમન’ હતી. વિધુ વિનોદ ચોપરાની ‘પરિંદા’થી તેમને ઓળખ મળી. તેમણે ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’, ‘ખામોશી’, ‘યશવંત’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. નાનાએ ફિલ્મ ‘પ્રહાર’ માટે આર્મી ટ્રેનિંગ લીધી હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ સેનાની સાથે હતા. ક્રાંતિવીર માટે નાના પાટેકને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર પણ મળ્યો હતો. આ ઉપરાંત પરિંદા અને અગ્નિસાક્ષી માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો. 2013 માં તેમને ભારતીય ફિલ્મ જગતમાં મહત્ત્વપૂર્ણ ફાળા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. છેલ્લી વાર તેઓ પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘સંકલ્પ’માં જોવા મળ્યા હતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નાના પાટેકરના નિધન પર આઘાત લાગ્યો છે. તેમણે આ ઘટનાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટુ નુકસાન સમાન ગણાવી છે. “નાના પાટેકર મારા નજીકના મિત્ર હતા. દમદાર એક્ટિંગના કારણે નાનાએ પાંચ દશકોથી વધુ સમય સુધી હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાનું યોગદાન આપ્યુ છે. નામ ફાઉન્ડેશનની મદદથી નાના પાટેકરે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંરક્ષણ માટે અને વોટર સંરક્ષણ માટે જે કાર્યો કર્યા તે કાબિલે તારીફ છે. નાના પાટેકરે આપઘાત કરનારા ખેડૂતોના પરિવારને પણ મદદ કરી છે અને કેટલાયને આપઘાત કરતા પણ રોક્યા છે. નાના માત્ર વર્સેટાઈલ એક્ટર જ નહી, પરંતુ સમાજસેવી પણ હતા. તેમના આત્માને ભગવાન શાંતિ આપે.”
નાના પાટેકરની અંતિમ ઈચ્છા અંગે ખુલાસો
વર્સેટાઈલ એક્ટર નાના પાટેકરની અંતિમ ઈચ્છા અંગે તેમના નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે. તેમની અંતિમ ક્રિયા પુણે સ્થિત તેમના ડોનઝે ગામના ખેતરમાં કરવામાં આવે તેવી નાના પાટેકરની અંતિમ ઈચ્છા હતી. નાના પાટેકરે તેમના જ નિધન બાદ અંતિમ ક્રિયા માટે 12 મણ લાકડા ભેગા કરી રાખ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે નાના એમ ઈચ્છતા હતા કે તેમના અંતિમ સંસ્કારમાં કોઈ દુ:ખી ન થાય અને તેમને માન-સન્માન સાથે વિદાય આપવામાં આવે. નાનાએ સૂકા લાકડા ભેગા કરી રાખ્યા હતા.
નાના પાટેકરની વિશેષતાઓ
મુંબઈની સર જે.જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ આર્ટ્સમાં અભ્યાસ દરમિયાન નાના પાટેકર સ્કેચ બનાવતા શીખ્યા હતા. તે સ્કેચવર્કમાં એટલા અદ્ભુત હતા કે કેટલીક વખત ગુનેગારોને ઝડપવા માટે પોલીસ સ્કેચ બનાવવા નાના પાટેકરની મદદ લેતા હતા.
નાના પાટેકર નામ ફાઉન્ડેશનના નામે NGO ચલાવે છે. તેમની સંસ્થા ખેડૂતોના કલ્યાણર્થે કામ કરે છે.
નાના પાટેકર વાસ્તવિક જીવનમાં કુર્તા-પાયજામા અને ચપ્પલ તથા ગમછા સાથે જ જોવા મળે છે. ભલે તે પછી ફિલ્મોમાં તેમણે અલગ અલગ ભૂમિકા ભજવી હોય.
1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ નાના પાટેકર જવાનો સાથે રહ્યા હતા. અહેવાલો મુજબ, તેમણે બે અઠવાડિયાથી વધુ સમય સૈનિકો વચ્ચે વિતાવ્યો અને અલગ-અલગ પોસ્ટ પર જઈને તેમનું મનોબળ વધાર્યું. બાદમાં તેમણે જણાવ્યું હતું કે તે દરમિયાન તેઓ ક્વિક રિએક્શન ટીમનો પણ ભાગ રહ્યા હતા.














