દ્રશ્યમ-3 એ ઓપનિંગ દિવસે તોડ્યા રેકોર્ડ્સ, કમાણીમાં અજયની 7 ફિલ્મોને પછાડી

અજય દેવગણ, તબ્બૂ, જયદીપ આહલાવત અને પ્રકાશ રાજ ફેમ બહુ ચર્ચિત દ્રશ્યમ-3એ પહેલા દિવસે જ શાનદાર શરૂઆત કરી છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનના આંકડાએ જ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. દ્રશ્યમ-3એ ધુરંધર, એનિમલ સહિતની બિગ સ્ટાર ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે. સિનેમાઘરોમાં રીલિઝના પ્રથમ સપ્તાહ એટલે કે પહેલા ત્રણ દિવસમાં જ દ્રશ્યમ-3 એ 300 કરોડની નજીક પહોંચી છે.

ધુરંધર, પઠાણ અને એનિમલને આપી મ્હાત

અજય દેવગણે વર્ષ 2026 ની સૌથી મોટી ઓપનિંગ ધરાવતી ફિલ્મ દર્શકોને આપી છે. સાથે જ દ્રશ્યમ-3 અજય દેવગણના ફિલ્મી કરિયરની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. શાહરૂખ ખાનની પઠાણ, રણવીર સિંહની ધુરંધર અને રણબીર કપૂરની એનિમલને પણ રેકોર્ડમાં પાછળ પાડી દીધી છે. ફ્રિલ્મના ગ્રોસ કલેક્શને ધુરંધર-2 અને જવાન બાદ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી મુવીમાં સામેલ થઈ છે. ઓવરસીઝ કલેક્શનમાં દ્રશ્યમ-3ને પણ સારી એવી કમાણી થઈ છે. પહેલા દિવસ બાદ હવે વિકેન્ડનો પણ લાભ દ્રશ્યમ-3ને મળશે. જો આ ફિલ્મ ઓવરસીઝ કલેક્શનમાં વધુ કમાણી કરે છે તો 100 કરોડ કલબમાં ઝડપથી જ સામેલ થઈ જશે.

અજયની જ 7 ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

ભારતમાં રીલિઝ થયાના ત્રણ જ દિવસમાં દ્રશ્યમ-3એ 170 કરોડની કમાણી કરી છે. જ્યારે ગ્રોસ કલેક્શન 211.80 કરોડ રહ્યુ. ત્રણ દિવસમાં દ્રશ્યમ-3નું વર્લ્ડ વાઈડ કલેક્શન 272.80 કરોડ રહ્યુ છે. રેડ-2, ધમાલ-4, ટોટલ ધમાલ, સિંઘમ રિટર્ન્સ, શૈતાન, બોલ બચ્ચન, ગોલમાલ-3 જેવી ફિલ્મોના કલેક્શન સામે દ્રશ્યમ-3નું કલેક્શન સૌથી વધારે રહ્યુ છે.  

પહેલા જ દિવસનું નેટ કલેક્શન 66 કરોડથી વધુ

ઓપનિંગ ડે પર દ્રશ્યમ-3 એ શાનદાર પ્રદર્શન અને કમાણી કરી છે. ભારતમાં દ્રશ્યમ-3નું નેટ કલેક્શન 66.75 કરોડ રૂપિયા જેટલુ છે. ગ્રોસ કલેક્શન 80.10 કરોડ જેટલુ થયુ છે. ઓવરસીઝ કલેક્શન પહેલા દિવસનું 15 કરોડનું રહ્યુ છે. બંને સાથે દ્રશ્યમ-3ની પહેલા દિવસની વર્લ્ડવાઈડ કુલ કમાણી 95.10 કરોડ રૂપિયા છે. અજય દેવગણની દ્રશ્યમ-3એ કલેકશનની બાબતે ધુરંધર અને પઠાણને પાછળ છોડી દીધી છે. શાહરૂખ ખાનની પઠાણે ગ્રોસ કલેક્શન 65.96 કરોડ રૂપિયા કર્યુ હતુ. જ્યારે એનિમલે 76.10 કરોડ રૂપિયા કર્યુ હતુ કલેક્શન.

Join WhatsApp

Join Now

Leave a Comment