ટ્રમ્પ પોતાની જ પાર્ટીમાં એકલા પડ્યા, પોતાની જ પાર્ટીમાં બળવો

Republican revolt against Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ લાગે છે કે હવે પોતાની જ પાર્ટીમાં ઘેરાયા છે. રિપબ્લિકન પાર્ટીમાં જ બળવાના સંકેત ઉઠ્યા છે. ઈરાન સાથે યુદ્ધ બાદ ટ્રમ્પની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. પાર્ટીના નેતાઓને ડર છે કે મિડટર્મમાં ટ્રમ્પનો સાથ તેમને નુકસાન કરી શકે છે. નવેમ્બરમાં યોજનારી મિડ ટર્મ ચૂંટણીઓમાં ટ્રમ્પને પછડાટ મળતી દેખાતા ટ્રમ્પની પાર્ટીઓના નેતાઓ જ તેમનાથી અંતર રાખી રહ્યા છે. કેટલાકે તો વળી ટ્રમ્પ અને અમેરિકા ફર્સ્ટનો એજન્ડા પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી હટાવી દીધો છે. તો કેટલાક ટ્રમ્પની સાથે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ ટાળી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાનના કામકાજના સરવેના ચોંકાવનારા પરિણામો આવ્યા છે. આ સરવે પ્રમાણે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના કામકાજથી 70 ટકા લોકો અસંતુષ્ટ છે. પોતાની જ પાર્ટીના લોકો પણ ટ્રમ્પના કામકાજથી અસંતુષ્ટ છે. મિડ ટર્મમાં હારના ખતરાને જોતા પોતાની જ રિપબ્લિકન પાર્ટીના નેતાઓ દ્વારા બળવાના સંકેત મળી રહ્યા છે.

અમેરિકામાં માત્ર 30 ટકા લોકો જ એવા છે, જે ટ્રમ્પના કામકાજથી ખુશ છે. ટ્રમ્પની પોતાની પાર્ટીના જ લોકો તેમને ઈરાન યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવાની સલાહો આપી રહ્યા છે. આયવાના સાંસદ જેક નન અને મેરિયાનેત મિલર-મીક્સે ટ્રમ્પની યુદ્ધસંબંધિત સત્તાઓ મર્યાદિત કરવા માટે ડેમોક્રેટ્સ સાથે મતદાન કર્યું. ફ્લોરિડાના સાંસદ મારિયાએ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ઘણા ઉમેદવારોએ કહ્યું છે કે તેઓ ટ્રમ્પનો પ્રચાર કરવા માંગતા નથી.

અર્થવ્યવસ્થાની નબળાઈ એ અમેરિકન્સની નાખુશીનું સૌથી મોટું કારણ છે. ટ્રમ્પ જીવન નિર્વાહના ખર્ચને જે રીતે સંભાળી રહ્યા છે તેનાથી અમેરિકન પ્રજા અસંતુષ્ટ છે. 10માંથી 3 અમેરિકન જ ટ્રમ્પની કામગીરીથી ખુશ છે. ટેરિફના મુદ્દે પણ અમેરિકન્સ ટ્રમ્પને જવાબદાર માને છે. ગવર્નરોથી લઈ સાંસદ સુધી મોટા ગજાના નેતાઓ ટ્રમ્પથી અંતર રાખવા લાગ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment