ટ્રમ્પથી થઈ ભૂલ, બ્રાઝિલના રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ગણાવી દીધી!

Donald Trump confused Brazil election with India:  અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક ભૂલ કરી દીધી છે, બ્રાઝિલના રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ગણાવી દીધી હતી. પોસ્ટમાં ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાને જ ભ્રષ્ટાચારી ગણાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ ભૂલ અંગે જાણ થતા સુધારો કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી અને ટ્રમ્પ હાંસીનું પાત્ર બન્યા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પથી ભૂલથી એક ભૂલ થઈ ગઈ હતી ! બ્રાઝિલના રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ગણાવી દીધી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે ભારતીય રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા ચરણમાં 12.5 કરોડ લોકોએ મતદાન કર્યુ અને વોટિંગ પૂર્ણ થયા બાદ પરિણામ પણ આવી ગયા. સાથે જ ટ્રમ્પે એવી પણ ટિપ્પણી કરી હતી કે અમેરિકામાં વોટરની સંખ્યા ઓછી હોવા છતાં પણ કાઉન્ટિંગ કરવામાં સમય લાગે છે. અહીં વોટિંગ સિસ્ટમ ભ્રષ્ટ છે.

ડૉનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ આવી ભૂલ કરી ચૂક્યા છે. જૂલાઈમાં ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને ઈસ્લામિક રિપબ્લિક ઑફ જાપાન ગણાવી દીધુ હતુ. આ પહેલા જાન્યુઆરીમાં દાવોસમાં ગ્રીનલેન્ડને આઈસલેન્ડ કહ્યુ હતુ. ડૉનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પર આ ભૂલ બાદ યુઝર્સે પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક લોકોએ એવી ટિપ્પણી કરી હતી કે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સીધી જનતા નથી કરતી.

Join WhatsApp

Join Now

Leave a Comment