London Chicago emergency landing: લંડનથી અમેરિકાના શિકાગો જઈ રહેલી બ્રિટિશ એરવેઝની ટ્રાન્સએટ્લાન્ટિક ફ્લાઈટ BA295 માં ટેકનિકલ ખામી સર્જાતા હડકંપ વ્યાપી ગયો હતો. વિમાન આયરલેન્ડ પર હતુ ત્યારે અચાનક જ વિમાન 37 હજાર ફૂટથી 9 હજાર ફૂટે આવી ગયુ હતુ. આ પ્રકારની ઈમરજન્સી આવી ત્યારે ફ્લાઈટ ઈમરજન્સી કોડ 7700 જારી કરવામાં આવ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે વિમાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી અને ટેકનિકલ ખામીના કારણે પ્લેનને પાછુ લંડન તરફ વાળી લેવામાં આવ્યુ હતુ. ફ્લાઈટમાં ઈમરજન્સી ટેકનિકલ ખામીનું કારણ હજુ સામે આવ્યુ નથી.
એક જ સપ્તાહમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની આ પ્રકારની બીજી ઘટના સામે આવતા સમગ્ર વિશ્વ હવામાં રહેલા ભયને લીધે થથરી ઉઠ્યુ છે. આ વખતે પણ ફ્લાઈટમાંથી 7700 કોડ જારી કરવામાં આવ્યો હતો. એક જ સપ્તાહમાં ઈમરજન્સી લેન્ડિંગની આ પ્રકારની બીજી ઘટનાના કારણે હવે લોકો હવાઈ મુસાફરી કરવી કે કેમ તે અંગે હવે અસંજસમાં આવી ગયા છે.
30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઈટ દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં કો-પાયલટે ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો અને આ ઝપાઝપી દરમિયાન પણ 7700 કોડ જારી કરવામાં આવ્યો હતો. ઓમાની કો-પાયલટે કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો હતો.
7700 વિમાનમાં ગંભીર ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાતો ઈન્ટરનેશનલ સ્ક્વૉક કોડ છે. એન્જિનમાં ખામી, મેડિકલ ઈમરજન્સી, કેબિનમાં ધુમાડો અથવા અન્ય કોઈ ગંભીર પરિસ્થિતિમાં પાઇલટ તેને સેટ કરી શકે છે. 7700 પરથી માત્ર એટલું જ જાણવા મળે છે કે વિમાનમાં સામાન્ય કટોકટી છે. સમસ્યા શું છે, તેની માહિતી પાઇલટે ATCને રેડિયો દ્વારા આપવી પડે છે. પાઇલટ કૉકપિટમાં આવેલા ટ્રાન્સપોન્ડર પર 7700 કોડ સેટ કરે છે. ત્યારબાદ ટ્રાન્સપોન્ડર રેડિયો સિગ્નલ દ્વારા આ માહિતી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સિસ્ટમ સુધી પહોંચાડે છે. કંટ્રોલરના રડાર ડિસ્પ્લે પર વિમાનની ઓળખ સાથે ઈમરજન્સીનો કોડ દેખાય છે. ત્યારબાદ ATC વિમાનને પ્રાથમિકતા આપી શકે છે, અન્ય વિમાનોના માર્ગોમાં જરૂરી ફેરફાર કરી શકે છે અને એરપોર્ટની કટોકટી ટીમોને તૈયાર રાખી શકે છે.









