અમેરિકામાં ઓરીના પ્રકોપથી હેલ્થ ડિઝાસ્ટર ઈમરજન્સી જાહેર

USA Health Emergency Declaration: અમેરિકામાં ન્યૂયોર્કના ગવર્નરે ઓરીના વધતા કેસોને ધ્યાને લઈને હેલ્થ ડિઝાસ્ટર ઈમરજન્સી જાહેર કરી છે. ગવર્નર કેથી હોચુલે સમગ્ર રાજ્યમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. વર્ષ 2005 થી USA માં ઓરીના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. અમેરિકાના કોઈ પણ રાજ્ય દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી જાહેર કરવામાં આવી હોય તેવી આ પહેલ વહેલી ઘટના છે. ન્યૂયોર્કના ગ્રામીણ વિસ્તારોમાં ઓરીના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે રસી આપવા માટે પણ સુવિધાઓ ઉભી કરી છે.

ન્યૂયોર્કમાં આ વર્ષે ઓરીના કેસની સંખ્યા જોતા ગવર્વર ખુદ તાત્કાલિક હરકતમાં આવ્યા છે. 3 ઓક્ટોબર સુધીમાં ન્યૂયોર્કમાં ઓરીના 108 કેસ નોંધાયા હતા. જેમાંથી 18 કાઉન્ટીના ઓછા રસીકરણ વાળા ગ્રામીણ વિસ્તારોમાં 15 જુલાઈ પછી 92 કેસ સામે આવ્યા છે. આ કેસો સામાન્ય વાર્ષિક સરેરાશ કરતા ઘણા વધારે છે. આમાંથી 7 કેસ ન્યૂયોર્ક સિટીમાં અને 101 કેસ રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા છે. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા 15 જુલાઈથી ગ્રામીણ વિસ્તારોમાં 1,000 થી વધુ MMR રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

પડોશી રાજ્ય પેન્સેલ્વેનિયામાં પણ ઓરીના રોગનો ઝડપથી ચેપ ફેલાઈ રહ્યો છે. ગવર્નરનું માનવુ છે કે રસી દ્વારા રોકી શકાય તેવા રોગથી કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે બિમાર ન પડવી જોઈએ કે તેનું મૃત્યુ ન થવુ જોઈએ. પેન્સેલ્વેનિયામાં 2 ઓક્ટોબર સુધીમાં 977 કેસ અને 5 મૃત્યુ નોંધાયા છે. પેન્સિલવેનિયામાં કુલ કેસ હવે 1,000 ને પાર થઈ ગયા છે. જે છેલ્લા ત્રણ દાયકામાં રાજ્યનો સૌથી મોટો ફાટી નીકળેલો પ્રકોપ છે. સીડીસી (CDC) મુજબ, 1991 પછી આ વર્ષ અમેરિકા માટે ઓરીની દ્રષ્ટિએ સૌથી ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે, જેમાં દેશભરમાં લગભગ 3,900 કેસ નોંધાયા છે.

નવા ઇમરજન્સી આદેશ હેઠળ રજિસ્ટર્ડ નર્સો શંકાસ્પદ ઓરીના પરીક્ષણોનો ઓર્ડર આપી શકશે અને ફાર્માસિસ્ટ બે વર્ષ સુધીના બાળકોને રસી આપી શકશે. આ સાથે તમામ MMR રસીકરણની માહિતી 72 કલાકની અંદર રાજ્ય અથવા ન્યૂયોર્ક સિટીના ઇમ્યુનાઇઝેશન રજિસ્ટ્રીમાં મોકલવી ફરજિયાત કરવામાં આવી છે. આ કટોકટી સોમવારથી લાગુ થઈ ગઈ છે અને 4 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment