ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની ફટકાર, 1.15 કરોડ આપ્યા

કરોડોના ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવના કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજપાલ યાદવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને કેટલીક રકમ પણ ચુકવવા માટે તૈયાર થયા છે. 1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ ચેક પણ જમા કરાવ્યો હતો અને બાકીના 85 લાખ માટે 13 ઓક્ટોબર સુધીનો સમય પણ માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ દ્વારા કહેવામાં આવ્યું કે, ‘તમારી ફિલ્મોની જેમ તમારા પૈસા પણ ગાયબ છે.’ તેના જવાબમાં રાજપાલ યાદવે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, ‘લોકોનું મનોરંજન કરતાં-કરતાં હું ખુદ એક ડ્રામા બની ગયો છું’ CJI એ પૂછ્યું કે શું તેઓ કોઈ ધારાવાહિક કે ફિલ્મ બનાવી રહ્યા છે કે પછી આમ જ ફરી રહ્યા છે? આના પર રાજપાલ યાદવે કોર્ટમાં જણાવ્યું કે, ‘મારા ઘણા પૈસા ડૂબી ગયા છે. આ ફિલ્મમાં મને 17 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. છેલ્લા 13 વર્ષથી સામેવાળા લોકોએ મારી ફિલ્મ બનવા દીધી નથી અને સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો. તેમણે બદલાની ભાવનાથી પોતાના 5 કરોડ રૂપિયાના ચક્કરમાં મારું 22 કરોડ રૂપિયાનું નુકસાન કરાવી દીધું છે.’

ચીફ જસ્ટિસે રાજપાલ યાદવને સલાહ આપતા કહ્યું કે, ‘તમે કેટલીક સારી ફિલ્મો બનાવો અને લોકોનું મનોરંજન કરો.’ આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે અભિનેતાને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલો મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા ચેક બાઉન્સના કેસનો છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને દોષી ઠેરવતા આ મામલામાં 3 મહિનાની સજા સંભળાવી હતી. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે વારંવાર કોર્ટના આદેશ છતાં રકમ જમા કરાવવામાં આવી નથી.

Join WhatsApp

Join Now

Leave a Comment