પટનાથી લખનઉની ઈન્ડિગો ફ્લાઈટ પર વિજળી પડી, લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ

Patna Lucknow Indigo Flight Lightning Strike : પટનાથી લખનઉ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 925 ખરાબ હવામાનના કારણે પ્રભાવિત થઈ હતી. વિમાન પર અચાનક વિજળી પડતા સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. વિમાન સાથે આ ઘટના થઈ ત્યારે 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતુ. લખનઉમાં પાયલટની સૂઝબુઝથી સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. વિજળી પડ્યા બાદ વિમાનના આગળના ભાગને નુકસાન થયુ છે.

પટનાથી લખનઉ જઈ રહેલી ફ્લાઈટમાં 104 મુસાફરો સવાર હતા. પ્લેન હવામાં 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતુ, એ વિસ્તારમાં ખરાબ હવામાનના કારણે વિજળી પડવાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. ફ્લાઈટ 6E 925 પર વિજળી પડતાં પાયલટે હક્કા બક્કા થયા વગર જ પ્લેનને લખનઉમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યુ હતુ અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ ઘટના જ્યારે બની ત્યારે પ્લેન હવામાં 17 હજાર ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યુ હતુ. આકાશી વિજળી પ્લેનના આગળના ભાગ પર પડી હતી. જેના કારણે આગળના ભાગ એટલે કે નોઝ એરિયાને નુકસાન પહોંચ્યુ છે. વિજળી પડ્યા બાદ પાયલટે સ્થિતિ સંભાળી લઈ લખનઉમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ હતુ. લખનઉ ક્ષેત્રમાં હવામાન વિભાગ દ્વારા ખરાબ મોસમને લઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ઘટનામાં તમામ મુસાફર સુરક્ષિત છે.

આ પહેલા પણ જૂનમાં અગરતલા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પર વિજળી પડવાની ઘટના બની હતી ત્યારે ફ્લાઈટનું કલકત્તામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. 20 જૂને ઈન્ડિગોની ફ્લાઈટ પર વિજળી પડવાની ઘટના બની હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment