સાઉદીના એરપોર્ટ પર હુથીઓ દ્વારા હુમલો, 3ના મોત

સાઉદી અરેબિયાના રિયાદ અને અભા એરપોર્ટ પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અટેક કરવામાં આવ્યો છે. જેમાં 3 ના મોત થયા છે અને 36 થી વધુ ઘાયલ થયા છે. યમનના હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના બે ઈન્ટરનેશનલ એરપોર્ટને ટાર્ગેટ કર્યા છે. સાઉદી અરેબિયન સિવિલ એવિએશન ઓથોરિટીએ સત્તાવાર જાણકારી આપી છે કે અભા એરપોર્ટ પર ઈજિપ્ત અને અલ્જિરીયન નાગરિકોના મોત થયા છે અને રિયાદ એરપોર્ટ પર સુદાનના નાગરિકનું મોત થયુ છે.

સાઉદી અરેબિયન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રિયાદના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અભા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો, બંને ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યુ હતુ. જેમાં ત્રણ વિદેશી નાગરિકોના મોતના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.

હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ રિયાદ કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે એરટ્રાફિક પ્રભાવિત થયો છે. સાઉદી ગઠબંધન સેનાએ મિસાઈલને હવામાં જ અટકાવી હતી. સાઉદી ગઠબંધને વળતી કાર્યવાહીમાં 82 હુથી સૈન્ય ઠેકાણાઓ નષ્ટ કરી દીધા છે. પહાડોમાં રહેલા બેલિસ્ટિક મિસાઈલ સ્થળો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો છે.

સાઉદી અરેબિયા યમન સરકારના સમર્થનમાં વર્ષ 2015માં હુથીઓ સામે આંતરરાષ્ટ્રીય ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યુ છે. ચાર વર્ષના યુદ્ધવિરામ બાદ ફરીથી જૂલાઈ માસમાં ફરીથી લડાઈ શરૂ કરી દીધી છે. આ દરમિયાન 2 લાખ લોકો પ્રભાવિત થયા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment