Russia missile strike Ukraine: યુક્રેને રશિયામાં 900 ડ્રોનથી હુમલો કર્યા બાદ વળતી જવાબી કાર્યવાહીમાં રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કરી દીધો છે. જેમાં 22 યુક્રેની નાગરિકોના મોત થયા છે. તાજેતજરનો યુક્રેન પરનો સૌથી મોટો મિસાઈલ હુમલો માનવામાં આવી રહ્યો છે. રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો હતો. જેમાં 4 બાળકો સહિત 19ના મોતના અહેવાલો સામે આવી રહ્યા છે.
યુક્રેન પર કબજો જમાવવાના ઈરાદાથી રશિયાએ ચાર વર્ષ પહેલા શરૂ કરેલુ આ યુદ્ધ આજે પણ યથાવત છે. રશિયાએ યુક્રેનના કેટલાય વિસ્તારોમાં મિસાઈલો દ્વારા હુમલા કર્યા છે. જેમાં 4 બાળકો સહિત 22 યુક્રેની નાગરિકો મોતને ભેટ્યા છે, તો 60થી વધુ ઘાયલ થયા છે, તેમાં કેટલાકની સ્થિતિ તો ગંભીર માનવામાં આવી રહી છે. રશિયાના હુમલાના જવાબમાં યુક્રેને વળતો પ્રહાર કરી રશિયાના ઓઈલ ઠેકાણાઓ પર હુમલો કરી દીધો છે.
યુક્રેનમાં ઉત્તેર આવેલા ચેર્નિહીવ વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થયુ છે. ગૃહમંત્રી ઈહોર વ્યહિવસ્કીએ જણાવ્યા પ્રમાણે એક અપાર્ટમેન્ટ તબાહ થઈ ગયુ છે. જેમાં 13 ના મોત થયા છે અને 50થી વધુ ઘાયલો છે. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે, પોલ્ટાવા વિસ્તારના ક્રેમેનચુકમાં 2ના મોત થયા છે. જ્યાં હુમલા કરવામાં આવ્યા છે, તે વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યુ કે કીવ સહિત કેટલાય શહેરોમાં હુમલા કરવામાં આવ્યા છે અને ત્યાં પણ નાગરિકોના મોત થયા છે. એક દિવસ અગાઉ જ હુમલાની ચેતવણી આપી દેવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીઓ દ્વારા માહિતી મળી હતી કે રશિયા મોટાપાયે હુમલો કરવાની તૈયારી કરી રહ્યુ છે. રશિયાએ આ હુમલો રાષ્ટ્રપતિ પુતિનના 74 મા જન્મદિવસે જ કર્યો.
યુક્રેન માટે રશિયાની બેલેસ્ટિક મિસાઈલ સૌથી મોટો પડકાર છે. અમેરિકામાં બનેલા પેટ્રિઓટ સિસ્ટમ માટે વિસ્ફોટક ન હોવુ એ સૌથી મોટો પડકાર છે. તો વળી ઈરાન યુદ્ધના કારણે પેટ્રિઓટ મિસાઈલોની પણ અછત ઉભી થઈ છે. યુક્રેન દુનિયાભરમાં આ પ્રકારની મિસાઈલ કોણ બનાવે છે અને કોણ આપશે તે અંગે તપાસ કરી રહ્યુ છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જણાવ્યા પ્રમાણે એર ડિફેન્સ પેકેજ અત્યંત જરૂરી છે. રશિયાના ઉંચાઈ પર ઉડનારા ડ્રોનને તોડી પાડવા અથવા પકડવા માટે નવા ઈન્ટરસેપ્ટ યુક્રેન માટે અત્યંત જરૂરી છે.
રશિયન રક્ષા મંત્રાલયે એવો દાવો કર્યો છે કે મિસાઈલ અને ડ્રોન જે ક્ષેત્રોમાં રાખવામાં આવે છે ત્યાં જ હુમલો કરવામાં આવ્યો છે. દક્ષિણી ઓડેસા વિસ્તારમાં બંદરગાહ, જહાજના સમારકામ કેન્દ્ર અને યુક્રેની સેનાના માલવાહક જહાજો પણ નિશાને હતા. યુક્રેને જવાબી કાર્યવાહીમાં રશિયાના પર્મ, સમારા અને અસ્ત્રાખાન જેવા વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો છે. ઝેલેન્સકીએ શોચી શહેર પાસે સમુદ્રમાં ભડભડ સળગી રહેલા ઓઈલ ટેન્કરની પણ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પરંતુ તેને લઈને સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી.










