શાંતિ નોબલ પુરસ્કાર ન મળતા ટ્રમ્પ અકળાયા, કેટલીય વાર કરી ચૂક્યા હતા માંગ

ભારતીય મૂળના ન્યાયાધીશ નવીનથમ પિલ્લાઈને શાંતિનો નોબલ પુરસ્કાર મળતા ટ્રમ્પ ગિન્નાયા છે અને હવે અકળાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરનેશનલ કોર્ટ પર કેટલાક પ્રતિબંધો લગાવી દીધા છે. નોર્વેના આ નિર્ણયને અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે શરમજનક ગણાવ્યો છે અને કહ્યુ કે તે નોર્વેના આ નિર્ણયને ક્યારેય નહી ભૂલે. મહત્વનું છે કે ટ્રમ્પ છેલ્લા કેટલાય સમયથી નોબલ પુરસ્કારની ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે વિશ્વના અલગ અલગ વિસ્તારના 8 યુદ્ધો તેમણે અટકાવ્યા હતા. જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની શાંતિ નોબલ પુરસ્કાર મેળવવાની ઈચ્છા જગજાહેર છે.

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ભારતીય મૂળના પૂર્વ જસ્ટિસ નવીનથમ નાવી પિલ્લાઈને વર્ષ 2026નો શાંતિ નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને સ્થાને અન્ય વ્યક્તિને નોબલ પુરસ્કારની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અકળાઈ ઉઠ્યા છે અને અવોર્ડ જાહેર થયાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે ઈન્ટરનેશલ કોર્ટ પર કડક પ્રતિબંધો લગાવી દીધા છે.

અમેરિકાએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC પર એવો આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઈઝરાયલના લોકો સામે યુદ્ધ અપરાધ અંગેનો પૂર્વગ્રહ રાખીને આરોપોની સુનાવણી કરે છે. યુદ્ધ અપરાધો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ પણ જારી કરેલ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વીડિયો મેસેજ જાહેર કરીને એમ જણાવ્યુ છે કે અમેરિકા અને અમેરિકાના લોકો આ પ્રકારની ફરજી અદાલતોના કાર્યક્ષેત્ર હેઠળ આવતા નથી. ટ્રમ્પ પ્રશાસન ICC ના નાણાકીય વ્યવહારો પર રોક લગાવશે અને તેમની સંપત્તિ અને સંસાધનો જપ્ત કરવાની પણ કાર્યવાહી કરશે. અમેરિકાની તમામ કંપનીઓને ICC સાથેના પોતાના વ્યવહારો પૂર્ણ કરી લેવા માટે 6 માસનો સમય આપવામાં આવ્યો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિક બંને પક્ષો આ મુદ્દા પર એકસમાન વિચારધારા ધરાવે છે.

અમેરિકા દ્વારા કડક પ્રતિબંધ છતાં ICC એ સ્પષ્ટતા કરી છે કે તે પીછેહઠ કરશે નહી અને તમામ રીતે કામ ચાલુ રાખશે. અમેરિકન નિર્ણયની નિંદા કરતા ICCના ડેપ્યુટી પ્રોસિક્યુટર નઝહત શમીમ ખાને જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કાયદાને નીચો દેખાડવાનો એક પ્રયાસ છે, પરંતુ તેનાથી કોર્ટની તપાસ અને કેસો ચલાવવાની પ્રક્રિયા અટકશે નહીં. ટ્રિબ્યુનલ પોતાની સ્વતંત્ર ભૂમિકા સાથે દરેક પરિસ્થિતિમાં તપાસ અને કેસો આગળ વધારવાનું કામ ચાલુ રાખશે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ છેલ્લા બે વર્ષથી વિશ્વના આઠ યુદ્ધો બંધ કરાવવાનો દાવો કરીને પોતાના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી રહ્યા હતા. જોકે, નોબેલ કમિટી પર આ દબાણની કોઈ અસર ન થઈ અને શુક્રવારે ભારતીય મૂળના ન્યાયાધીશ પિલ્લઈને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેના પરિણામે ટ્રમ્પ સરકારે આ તીખી પ્રતિક્રિયા આપી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, આ જાહેરાત પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે નોબેલ પુરસ્કાર માટે ફરી એકવાર ટ્રમ્પના નામની સત્તાવાર ભલામણ કરી હતી, જેને પગલે પાકિસ્તાનમાં જ તેમની ભારે ફજેતી અને મજાક ઉડી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment