શારજાહમાં પનામાના ધ્વજવાળા જહાજ પર 9 ઓક્ટોબરે ભારતીય ક્રુ પર હુમલો

9 ઓક્ટોબરે શારજાહ એન્કરેજ ખાતે પનામાના ધ્વજવાળા ક્રુડ ઓઈલ લઈ જઈ રહેલા ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. MT GEM NO.2 જહાજ પર ડ્રોન અને મિસાઈલ દ્વારા અટેક કરવામાં આવ્યો હતો. આ ઓઈલ ટેન્કરમાં 22 ભારતીય ક્રુ મેમ્બર્સ સવાર હતા, જે તમામને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે માહિતી આપી હતી કે પનામાના ધ્વજવાળા ઓઈલ ટેન્કર MT GEM NO.2 પર ડ્રોન દ્વારા અટેક કરવામાં આવ્યો હતો. આ ટેન્કર ક્રુડ ઓઈલ લઈને જઈ રહ્યુ હતુ અને જહાજમાં 22 ભારતીય ક્રુ મેમ્બર્સ સવાર હતા. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી છે કે તમામ ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ભારત સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે અને આ ઘટનાની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે. પનામાના ધ્વજવાળા જહાજ પરના હુમલાએ સમગ્ર વિશ્વમાં દરિયાઈ પરિવહન અને ક્ષેત્રીય સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે સાથે જ એમ કહ્યુ હતુ કે રાહતની વાત એ છે કે તમામ ભારતીયો સુરક્ષિત છે અને ભારત સરકાર સતત તેમના સંપર્કમાં છે.

ભારત સરકાર દ્વારા આ હુમલાને લઈ કડક વલણ અપનાવવામાં આવ્યુ હતુ. નાવિકોની સુરક્ષા માટે જહાજ સંચાલન કરતી કંપનીના સતત સંપર્કમાં છે ભારત સરકાર અને તંત્ર દ્વારા તમામ નાગરિકોને કોઈ અગવડોનો સામનો ન કરવો પડે તે માટે દેખરેખ રાખવામાં આવી રહી છે.  

Join WhatsApp

Join Now

Leave a Comment