રેલવેના 11 લાખ કર્મચારીઓને સરકાર તરફથી નવરાત્રીમાં હેપ્પી દિવાળી

Railway Diwali Bonus: કેન્દ્રીય કેબિનેટે રેલવેના 11 લાખ 40 હજાર કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ આપી છે. 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દેતા લાખો કર્મચારીઓ માટે આનંદોની સ્થિતિ બની છે. કેન્દ્રીય કેબિનેટ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકારે જણાવ્યુ હતુ કે 2009.61 કરોડનું બોનસ રેલવે કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે આપવામાં આવ્યુ છે.

સરકારે જણાવ્યુ છે કે આ વર્ષે 11.40 લાખ કર્મચારીઓને 78 દિવસના પગાર બરાબર પીએલબીની રકમ ચૂકવવામાં આવશે. પીએલબીની ચૂકવણી કરવી તે રેલવે કર્મચારીઓને રેલવેના કામકાજમાં સુધારો માટે પ્રેરિત કરવાનું કામ છે. દરેક કર્મચારીને 78 દિવસ એટલે કે 17,591 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

આ રકમ રેલવેના અલગ અલગ વિભાગના કર્મચારીઓને આપવામાં આવશે. જેમાં ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેક્નિશિયન, હેલ્પર, પોઈન્ટ્સ મેન, મિનિસ્ટ્રિયલ સ્ટાફનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેબિનેટે ત્રણ યોજનામાંથી ઈન્દિરા શબ્દ હટાવી પ્રધાનમંત્રી શબ્દ જોડવાનો પણ નિર્ણય લીધો છે. દિવ્યાંગો માટે પેન્શનમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે દિવ્યાંગોને 18 વર્ષના બદલે જન્મથી જ પેન્શન મળશે. સાથે જ દિવ્યાંગતાની પાત્રતા સીમા 80 ટકાથી ઘટાડી 40 ટકા કરવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment