CEC જ્ઞાનેશ કુમારે ચૂંટણીપંચમાં અધિકારીઓની બદલી કરી

મતદાર યાદીના SIR ને લઈને દેશભરમાં વિરોધ અને પ્રદર્શનો ચાલી રહ્યા છે, ત્યારે એવા સમયે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીપંચના વહીવટી માળખામાં કેટલાક ફેરફારો કર્યા છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 18થી 20 મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની બદલી કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ફેબ્રુઆરી 2025માં પદભાર સંભાળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીના 20 મહિનામાં થયેલી આ બદલીઓને ટૂંકા ગાળામાં અધિકારીઓની ફેરબદલીની સૌથી મોટી કવાયતોમાંની એક માનવામાં આવી રહી છે. એક અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારીઓ ઉપરાંત ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ, ખાસ કરીને નાયબ ચૂંટણી કમિશનરો (DEC)ના સ્તરે પણ અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે.

મે 2022થી ફેબ્રુઆરી 2025: ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આશરે 33 મહિનાના કાર્યકાળ દરમિયાન લગભગ 23 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ સમયગાળામાં 2024ની લોકસભા ચૂંટણી પણ યોજાઈ હતી.

લોકસભા ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી અધિકારીઓની બદલી થવી સામાન્ય બાબત ગણવામાં આવે છે. વર્ષ 2025 અને 2026માં અધિકારીઓની બદલી પ્રક્રિયા વધુ ઝડપી રહી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વહીવટી કામગીરીમાં સાતત્ય જાળવવા માટે ચૂંટણી પંચ સામાન્ય રીતે મુખ્ય ચૂંટણી અધિકારીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પદ પર રાખે છે. તાજેતરની ફેરબદલીમાં ઓછામાં ઓછા સાત અધિકારીઓ એવા હતા, જેમણે આ પદ પર બે વર્ષથી પણ ઓછો સમય વિતાવ્યો હતો. વર્ષ 2025માં આઠથી નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ બદલવામાં આવ્યા હતા. ત્યારબાદ 2026માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી વધુ 10 બદલીઓ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

વર્ષ 2025માં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલીની શરૂઆત બિહારથી થઈ હતી. મતદાર યાદીના SIRની પ્રક્રિયામાંથી પસાર થનારું બિહાર પ્રથમ રાજ્ય હતું.

Join WhatsApp

Join Now

Leave a Comment