ઈક્વાડોરમાં પાદરી પર ક્રોસ પડતા મોત, ઓનલાઈન પ્રવચનમાં વીડિયો રેકોર્ડ

દક્ષિણ અમેરિકન દેશ ઈક્વાડોરમાં શનિવારે પ્રાર્થના સભા દરમિયાન પાદરી ઉપર લાકડાનો બનેલો ક્રેસ પડતા મોત થયુ છે. પાદરીના માથામાં ઈજા થતા તેનું મૃત્યુ થયુ છે. પ્રાર્થનાનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવી રહ્યુ હતુ, ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ પણ છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના 17 ઓક્ટોબરના રોજ ઇક્વાડોરના દરિયાકાંઠાના બંદર શહેર ગ્વાયાકિલના પર્પેતુઓ સોકોરો ચર્ચમાં બની હતી. અહીં અવર લેડી ઑફ પરપેચ્યુઅલ હેલ્પ ચર્ચમાં ફાધર પેટ્રિસિયો અલ્ફ્રેડો સાંચેઝ મોલીનારી પ્રવચન આપી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર પ્રાર્થના સભાનું ઓનલાઈન પ્રસારણ ચાલી રહ્યુ હતુ. તેનો વીડિયો જોતા 27 મિનિટ બાદ ક્રોસ પાદરી પર પડતો દેખાય છે. ઘટના બાદ ચર્ચમાં હાજર રહેલા લોકો પાદરીની મદદે દોડી આવ્યા હતા. ચર્ચે જણાવ્યુ હતુ કે ઈમરજન્સી મેડિકલ સ્ટાફ પણ પાદરીને બચાવી શક્યો નહતો.

ફાધર સાંચેઝે ઘટનાના થોડા સમય અગાઉ જ કહ્યુ હતુ કે એક દિવસ આપણે સૌએ મરવાનું છે. એમના આ શબ્દો સ્પેનિશ ભાષામાં હતા. ચર્ચની દીવાલ પરથી ક્રોસ પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પરંતુ તેને દીવાલ સાથે જોડનારા માઉન્ટિંગ ફિક્સચરમાં ખામી હોવાની આશંકા છે. હાલમાં સ્થાનિક પ્રશાસન તપાસ કરી રહ્યુ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment